ટ્રેન્ડિંગમનોરંજન

પંચાયત વેબ સિરીઝ: ફુલેરા ગામમાં પહોંચ્યા અમિતાભ બચ્ચન, વિકાસની બોલતી બંધ થઈ, વિધાયકજી ડરી ગયા

Text To Speech

ફુલેરા, 23 જાન્યુઆરી 2025: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફુલેરા ગામમાં જોવા મળ્યા છે. તેમની બે તસવીર સામે આવી છે. એક તો ગ્રામ પંચાયતની ઓફિસથી અને બીજી વિધાયકજીના ઘરમાંથી. આ તસવીર જોયા બાદ ફેન્સ ખુશીથી ઝુમવા લાગ્યા છે અને ડિમાન્ડ કરી છે કે આગામી સીઝનમાં બિગ બીનો કૈમિયો તો બને છે.

The Viral ફીવરે ઈન્સ્ટાગ્રામ પર અમિતાભ બચ્ચનનો ફોટો શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે, દેખો દેખો, કૌન આયા હૈ ફુલેરા મેં. છોટી સી મુલાકાત, લેડિન બડે કામ કી બાત. જ્યાદા જાનને કે લિયે હમારે સાથ જુડે રહિએ.

અમિતાભનો પંચાયત 4માં કેમિયોની ડિમાન્ડ

TVFએ જેવી આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી, કોમેન્ટમાં ઢગલો થઈ ગયો. એક યુઝરે કોમેન્ટ કરી, અમે બધા જાણીએ છીએ કે આ એક વિજ્ઞાપન છે, પણ પંચાયત સીઝન 4માં તેમનો એક નાનો એવો કૈમિયો હોવો જોઈએ. એક ફૈન્સે પૂછ્યુ કે પંચાયત સિઝન 4 ક્યારે આવશે, એકે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે અમિતાભ બચ્ચન પંચાયતમાં એક્ટિંગ કરે.

2020માં આવી પહેલી પંચાયતની પ્રથમ સીઝન

પંચાયત વેબ સીરીઝની વાત કરીએ તો, તેની પહેલી સીઝન વર્ષ 2020માં રિલીઝ થઈ હતી અને ખૂબ જ હિટ રહી હતી. વેબ સીરીઝની વાત કરીએ તો, તેમાં જિતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, નીના ગુપ્તા, સાન્વિકા, ચંદન રોય, દુર્ગેશ કુમાર, અશોક પાઠક અને ફૈસલ મલિક તથા સુનીતા રાજવર જેવા શાનદાર કલાકારો જોવા મળ્યા હતા. આ તમામ કલાકારોએ દર્શકોના દિલ જીતી લીધા હતા. હવે ફેન્સ આ હિટ શોની ચોથી સીઝનની રાહ જોઈ રહ્યા છે. જે 2026માં રિલીઝ થઈ શકે છે. આ શોમાં વિધાયકજીનું પાત્ર પંકજ ઝા નિભાવી રહ્યા હતા.

આ પણ વાંચો: ટ્રાયના આદેશની અસર: Airtelએ લોન્ચ કર્યા ખાલી વોયસ અને SMS માટે પ્લાન, 178 રુપિયામાં કામ થઈ જશે

Back to top button