ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશભરમાં ખોલવામાં આવશે 100 નવી સૈનિક સ્કૂલ, છોકરીઓને પણ મળશે એડમિશન: રાજનાથ સિંહની મોટી જાહેરાત

Text To Speech

નવી દિલ્હી, 23 જાન્યુઆરી 2025: દેશમાં શિક્ષણની પાયાની ગુણવત્તામાં સુધારો કરવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત સરકાર દેશભરમાં 100 નવી સૈનિક સ્કૂલો ખોલવા જઈ રહ્યા છે. બુધવારે 22 જાન્યુઆરીના રોજ રક્ષા મંત્રાલય રાજનાથ સિંહે કેરલના અલપ્પુઝામાં વિદ્યાધિરાજ વિદ્યાપીમ સૈનિક સ્કૂલના વાર્ષિક દિવસ સમારંભમાં કહ્યું કે, દેશભરમાં 100 નવી સૈનિક સ્કૂલ ખોલવામાં આવશે.

તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ભારતમાં બુનિયાદી શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવા દેશના સમગ્ર વિકાસમાં યોગદાન આપવું તેમના પ્રયાસોનો ભાગ છે. સિંહે કહ્યું કે કેન્દ્ર સરકારે સૈનિક સ્કૂલમાં છોકરીના એડમિશનનો રસ્તો પણ ખોલી આપ્યો છે. તેમણે જણાવ્યું કે, સરકારે દેશના અંતરિયાળ વિસ્તારમાં અને વિવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના કર્મીઓને સામેલ કરવા માટે દેશના દરેક જિલ્લામાં સૈનિક સ્કૂલ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.

દરેક સૈનિકમાં અનેક ગુણ હોય છે

તેમણે આ વાત પર ભાર આપ્યો છે કે ભારતના સ્વાસ્થ્ય, સંચાર, ઉદ્યોગ, પરિવહન અને રક્ષા જેવા ક્ષેત્રોમાં પ્રગતિ સાથે આત્મનિર્ભરતા તરફ વધવા માટે શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ અને બાળકોના સર્વાંગી વિકાસની જરુર છે. તેમણે કહ્યું કે, એક સૈનિકને ફક્ત યુદ્ધના દ્રષ્ટિકોણથી ન જોવો જોઈએ. કારણ કે દરેક સૈનિકમાં અન્ય કેટલાય ગુણો પણ હોય છે.

આ પણ વાંચો: સૈફ અલી ખાનને હોસ્પિટલે પહોંચાડનારા ઓટો ડ્રાઈવરને સિંગર મિકા સિંઘ આપશે 1 લાખનું ઈનામ

Back to top button