અર્શદીપ સિંહે ભારતીય ક્રિકેટનો ઈતિહાસ બદલ્યો, T20Iનો સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો


કોલકાતા, 22 જાન્યુઆરી : અર્શદીપ સિંહે ઈતિહાસ રચી દીધો છે. તે ટીમ ઈન્ડિયા માટે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો પ્રથમ બોલર બની ગયો છે. તેના પહેલા ભારતીય ટીમમાંથી બહાર રહેલા અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલના નામે આ મોટી સિદ્ધિ નોંધાઈ હતી. જેણે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં દેશ માટે 96 વિકેટ લીધી છે. પરંતુ હવે અર્શદીપ સિંહે ઈંગ્લેન્ડ સામે ફિલિપ સોલ્ટ અને બેન ડકેટને પેવેલિયનનો રસ્તો બતાવીને આ ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ભારત માટે T20માં સૌથી વધુ વિકેટ લેનારા ટોચના 5 બોલરો
અર્શદીપ સિંહ હવે ટીમ ઈન્ડિયા માટે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો પ્રથમ બોલર બની ગયો છે. તેના પછી બીજા નંબર પર યુઝવેન્દ્ર ચહલનું નામ આવે છે. જેણે 80 મેચ રમીને 79 ઇનિંગ્સમાં 96 વિકેટ લીધી છે. આ બે મહાન ખેલાડીઓ પછી ભુવનેશ્વર કુમાર 90 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. ટોપ 5માં અન્ય બે બોલર જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા છે. અત્યાર સુધી આ બંને બોલરોએ અનુક્રમે 89-89 વિકેટ લીધી છે.
- 97 વિકેટ – અર્શદીપ સિંહ
- 96 વિકેટ – યુઝવેન્દ્ર ચહલ
- 90 વિકેટ – ભુવનેશ્વર કુમાર
- 89 વિકેટ – જસપ્રીત બુમરાહ
- 89 વિકેટ – હાર્દિક પંડ્યા
સૌથી મોટો રેકોર્ડ ટિમ સાઉથીના નામે છે
T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાની ખાસ સિદ્ધિ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ સ્ટાર બોલર ટિમ સાઉથીના નામે નોંધાયેલ છે. જેણે 2008 થી 2024 વચ્ચે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં પોતાની ટીમ માટે 126 મેચોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન, તે 123 ઇનિંગ્સમાં 22.38ની એવરેજથી 164 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
અર્શદીપ સિંહની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી
અર્શદીપ સિંહની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો, તે દેશ માટે સમાચાર લખ્યા ત્યાં સુધી કુલ 61 મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે 61 ઇનિંગ્સમાં 97 સફળતા મેળવી છે. T20માં તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન નવ રનના ખર્ચે ચાર વિકેટ છે.
આ પણ વાંચો :- બિહારના મોકામામાં કદાવર નેતા અનંત સિંહ ઉપર 60 થી 70 રાઉન્ડ ફાયરિંગ, જાણો કોણે કર્યું