અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસમધ્ય ગુજરાત

અમદાવાદ: 38 દિવસથી જોધપુર શાક માર્કેટની જગ્યા માટેનો વિરોધ; 3100 ભાડું કઈ રીતે ભરે? જાણો જેન્ની ઠુમ્મરે શું કહ્યું?

22 જાન્યુઆરી 2025 અમદાવાદ; શહેરના જોધપુર ચાર રસ્તા પાસે આશરે 30 વર્ષથી 200 જેટલા નાના મોટા શાકભાજી વેપારીઓ શાકભાજીનો વેપાર કરીને પોતાનો ધંધો રોજગાર ચલાવે છે. છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા 300 કરોડના પ્લોટમાં કોર્પોરેશન દ્વારા વેજીટેબલ માર્કેટ પ્રહલાદ નગર ગાર્ડની પાછળ બનાવી દેવામાં આવ્યું છે. પરંતુ ત્યાં કોઈપણ જાતનો ધંધો રોજગાર નથી અને ભાડું ભરી શકાય તેવી પરિસ્થિતિ નથી અને ત્યાં કોઈપણ પ્રકારના ગ્રાહકો આવતા નથી. જેના કારણે કોર્પોરેશન, સરકાર અને શાકભાજીના લારી ગલ્લાના વેપારીઓ દ્વારા સંઘર્ષ પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જેની ઠુમ્મર બહેનો સાથે આંદોલન પર બેઠા હતા. જાણીએ તેમણે તથા લારી ગલ્લા પ્રમુખે શું રજૂઆત કરી!

3100 ભાડું, 11,000 ડિપોઝિટ ગરીબો માટે શક્ય નથી
મહિલા આગેવાન જેન્ની ઠુમ્મરે એચડી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જોધપુર ચાર રસ્તા પાસે સારો એવો ચાલતો ધંધો બંધ કરાવીને કરોડોના ખર્ચ કોમર્શિયલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશને માર્કેટ ઉભું કરીને આપ્યું. અને આ નાના માણસોને બે વર્ષ માટે ભાડે આપવાની વાત કરે છે. તેમાં 11,000 ડિપોઝિટ અને 3100 મહિનાનું ભાડું આપવું પડશે તેવી શરતો નક્કી કરાઇ છે. બે મહિના જેટલો સમય થયો છે ત્યારે રોજના 70 ગ્રાહકો આવે છે. સામે 200થી વધારે શાકભાજી વેચાણ કર્તાઓ છે. તમામ લોકોને પોતાના ખાવાના પૈસા પણ નથી નીકળતા, ત્યારે આવી પરિસ્થિતિમાં ઘર ચલાવું અને ઉપરથી કોર્પોરેશનને ભાડું પણ આપવું તે શક્ય બની શકે તેમ નથી.

ગરીબ લોકોના ભોગે વિકાસ નથી જોઈતો; જેન્ની ઠુમ્મર
મહિલા પ્રમુખે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ વિસ્તાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની લોકસભાનો છે અને ભાજપના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરનો છે. ચૂંટાયેલા ચાર કોર્પોરેટર પણ ભાજપના છે. ક્યારે છેલ્લા 38 દિવસથી કોઈના પણ ધ્યાને આ વાત આવી નથી, 38 દિવસથી અહીંયા કડકડતી ઠંડીમાં રોડ ઉપર બહેનો સૂઈ રહ્યા છે. હાલ દિલ્હીમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે ત્યાં આપ મફત ગેસ નો બાટલો મફત વીજળીની જાહેરાતો કરો છો. ત્યારે તમારા જ રાજ્યમાં તમારી બહેનો રોડ ઉપર સૂઈ રહી છે. તો આવો ભેદભાવ કેમ? તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત અમદાવાદનો વિકાસ થવો જોઈએ. પણ ગરીબ લોકોના ભોગે ગરીબ લોકોની આર્થિક આજીવિકા સાથે ખીલવાડ કરીને થયેલો વિકાસ અમને નથી જોઈતો. ધારાસભ્યો અહીંથી ચૂંટાયા હોય તો તેમને એક રૂપિયા ભાડા પેટે જમીનો આપી દેવામાં આવે છે આમને પાંચ રૂપિયા ભાડા પેટે પણ અપાતી નથી, તો આવો ભેદભાવ શા માટે?

37 રાત અને 38 દિવસથી બહેનો રોડ પર સુવા મજબૂર
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 38 દિવસ અને 37 રાત સુધી શાકભાજી માર્કેટની લારીઓ ધરાવતી બહેનો કોર્પોરેશન સામે તે જ વિસ્તારમાં કોઈ ખુલ્લો પ્લોટ અથવા તે જગ્યા પરત માંગી રહી છે. કારણ કે નવા બનેલા વેજીટેબલ માર્કેટમાં ગ્રાહકો આવતા નથી અને ખર્ચો માથે પડે છે. ત્યારે હજુ કેટલા દિવસ સુધી આ આંદોલન ચાલશે કે કોર્પોરેશનના અધિકારીઓ તથા સરકાર તેમને સાંભળવા આવશે તે પ્રશ્ન છે!

Back to top button