માંડ માંડ જીવ બચ્યો, પીઢ અભિનેત્રીએ આપવીતી સંભળાવી


મુંબઈ, 22 જાન્યુઆરી 2025 : જીનત અમાન કોઈ પરિચયના મહોતાજ નથી. આ અભિનેત્રીએ પોતાના કામથી જ દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. ફિલ્મોમાં કામ કરવાની સાથે-સાથે અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. તાજેતરમાં જ અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરી છે જે ચાહકોમાં ચર્ચાનો વિષય બની છે. અભિનેત્રીના ગળામાં બીપીની ગોળી ફસાઈ જતા તેનો જીવ જોખમમાં મૂકાઈ ગયો હતો. ગઈકાલે રાત્રે બનેલી આ ઘટનાથી તે ખૂબ જ ડરી ગઈ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
શ્વાસ લેવું મુશ્કેલ થયુ
જીનતે જણાવ્યું કે, દિવસભર શૂટિંગ કર્યા બાદ ઘરે પરત આવી ત્યારે રાત્રે સૂતા પહેલા મેં બ્લડ પ્રેશરની દવા પીવા ગઈ તો ગોળી ગળામાં ફસાઈ ગઈ અને વારંવાર પાણી પીવા છતાં તે ફસાઈ જ રહી. આ દરમિયાન અભિનેત્રીનો શ્વાસ પણ લગભગ બંધ થઈ ગયો હતો અને તેને શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ પડી રહી હતી.
View this post on Instagram
અભિનેત્રીએ જણાવ્યું કે, ન તો હું ગોળી ગળી શકતી હતી કે ન તો થૂંકી શકતી હતી. મેં ઘણું પાણી પીધું પરંતુ ગોળી સહેજ પણ ન હલી. તે સમયે ઘરે પણ કોઈ નહોતું. હું ખૂબ જ ભયભીત થઈ ગઈ હતી. મેં ડોક્ટરને ફોન કર્યો તો તે પણ સતત વ્યસ્ત આવી રહ્યા હતા. પછી મેં મારા દીકરા જહાનને બોલાવ્યો. જહાન ત્યારે ક્યાંક બહાર ગયો હતો અને જ્યારે તે ઘરે પરત ફર્યો ત્યાં સુધીમાં મારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી.
ત્યારબાદ જહાન મને ડૉક્ટર પાસે લઈ ગયો. અભિનેત્રીએ પોસ્ટમાં જણાવ્યું કે, ડૉક્ટરે કહ્યું છે કે, ગોળી ધીમે-ધીમે ઓગળી જશે. ત્યારબાદ અભિનેત્રીએ આગામી કેટલાક કલાકો સુધી ધીમે-ધીમે ગરમ પાણી પીવાનું ચાલુ રાખ્યું. હવે ધીમે-ધીમે મારી તબિયતમાં સુધારો આવ્યો છે.
જીનત અમાનનું વર્ક ફ્રન્ટ
જીનત અમાનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં મનીષ મલ્હોત્રાનો શો બન ટિક્કીમાં દેખાશે. આ ઉપરાંત તે નેટફ્લિક્સની સીરિઝ ધ રોયલ્સમાં પણ દેખાશે. ઉલ્લેખનીય છે કે 1970થી 80 સુધી ફિલ્મોમાં પોતાનો જલવો દેખાડનારી સિઝલિંગ અભિનેત્રી જીનત અમાન હજુ પણ અલગ-અલગ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.
આ પણ વાંચો : અવકાશમાંથી જુઓ મહાકુંભનો નજારો, ઇસરો સેટેલાઇટ તસવીરોમાં આ રીતે દેખાય છે મેળો