ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા BCCIનો મોટો નિર્ણય, ટીમ ઈન્ડિયાની જર્સી પર હશે પાકિસ્તાનનું નામ


નવી દિલ્હી, 22 જાન્યુઆરી: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી રમાશે. પાકિસ્તાનની યજમાની હેઠળ રમાનારી આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ પર રમાશે. એટલે કે ટીમ ઈન્ડિયા તેની બધી મેચ દુબઈમાં રમશે, આ સિવાય અન્ય બધી ટીમો પાકિસ્તાનનો પ્રવાસ કરશે. દરમિયાન, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની જર્સી પર પાકિસ્તાનનું નામ લખવાનો ઇનકાર કર્યો છે. સામાન્ય રીતે બધી ટીમોની જર્સી પર ટુર્નામેન્ટનું આયોજન કરનાર દેશનું નામ હોય છે. જે બાદ એક નવો વિવાદ ઉભો થયો. જોકે, હવે આ મુદ્દે BCCI તરફથી એક મોટું નિવેદન આવ્યું છે.
ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ હશે
ICC ના નિયમો અનુસાર, ICC ના બેનર હેઠળ યોજાતી બધી ટુર્નામેન્ટમાં, બધી ભાગ લેતી ટીમોએ જમણી બાજુએ યજમાન દેશનું નામ અને ટુર્નામેન્ટનું વર્ષ લખવાનું રહેશે. બીસીસીઆઈના નવા સેક્રેટરી દેવજીત સૈકિયાએ પણ હવે પુષ્ટિ આપી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન, બીસીસીઆઈ જર્સી સંબંધિત આઈસીસીના દરેક નિયમનું પાલન કરશે. એટલે કે ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ હશે, જે આ ટુર્નામેન્ટનું યજમાન છે.
તાજેતરમાં, પાકિસ્તાની મીડિયાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને BCCI પર ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ છાપવાનો ઇનકાર કરવાનો આરોપ લગાવ્યો હતો. પીસીબી પણ આ મુદ્દાને આઈસીસી સમક્ષ લઈ જવા માંગતું હતું. પરંતુ BCCI એ હવે આ બધા સમાચારોને નકારી કાઢ્યા છે અને જર્સી સંબંધિત ICC ના દરેક નિયમનું પાલન કરવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો :મણિપુરમાં નીતિશ કુમારની JDUએ ભાજપને આપેલો ટેકો પાછો ખેંચ્યો, જાણો કેટલા ધારાસભ્યો હતા
હોમ લોન લેતી વખતે રહેજો સાવધાન, બેન્ક આ રીતે કરે છે ચાલાકી
આ યોજનામાં મહિલાઓને મળી રહ્યું છે FD કરતા વધુ વ્યાજ, આ તારીખ સુધી લઈ શકો છો લાભ, જાણો સંપૂર્ણ વિગતો
શું તમે પણ વસિયતનામુ બનાવવાના છો, આના કરતાં પણ વધુ સારો વિકલ્પ છે, આવનારી પેઢી તમારા ગુણગાન ગાશે
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં