ટ્રેન્ડિંગમનોરંજન

સૈફ અલી જીવ બચાવનાર ઓટો ડ્રાઈવરને મળ્યો, ખુશ થઈને ફોટા પડાવ્યા

  • સૈફ અલી એ ઓટો ડ્રાઈવરને મળ્યો છે, જે અભિનેતાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ ગયો હતો. તબિયત સુધર્યા પછી અભિનેતા ઓટો ડ્રાઇવરને ભૂલ્યો નથી

HD ન્યુઝ ડેસ્કઃ ગયા ગુરુવારે રાત્રે સૈફ અલી ખાન પર ધારદાર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના અભિનેતાના ઘરે જ બની હતી. તેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ચોરીના ઈરાદે ઘરમાં ઘુસેલા વ્યક્તિએ અભિનેતા પર છ વખત હુમલો કર્યો હતો. લોહીથી લથબથ અભિનેતા જેમ તેમ કરીને ઓટો દ્વારા હોસ્પિટલ પહોંચ્યો હતો. આ દરમિયાન તેના બે પુત્રો તૈમુર અને જહાંગીર પણ તેની સાથે હતા. અભિનેતાની એક મેડ પણ હતી. હવે તે એ ઓટો ડ્રાઈવરને મળ્યો છે, જે અભિનેતાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ ગયો હતો. તબિયત સુધર્યા પછી અભિનેતા એ ઓટો ડ્રાઇવરને ભૂલ્યો નથી જેણે તેનો જીવ બચાવ્યો હતો. સૈફે તે વ્યક્તિની મુલાકાત કરી છે અને આ મુલાકાતની તસવીરો સામે આવી છે.

સૈફ ઓટો ડ્રાઈવરને મળ્યો

આ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે આ લીલાવતી હોસ્પિટલની તસવીરો છે. આ તસવીરો ગઈકાલે અભિનેતાના ડિસ્ચાર્જ પહેલા લેવામાં આવી હતી. આ તસવીરોમાં સૈફ અલી ખાન હસતો જોવા મળી રહ્યો છે. તેણે બ્લુ ડેનિમ સાથે સફેદ શર્ટ પહેર્યો છે. આ સાથે તેણે કાળા ગોગલ્સ પણ પહેર્યા છે. તેની ઈજા પર જે કવર લગાવાયેલું કવર તેના હાથમાં દેખાઈ રહ્યું છે. બેકગ્રાઉન્ડમાં હોસ્પિટલનો બેડ પણ દેખાય છે. ઓટો ડ્રાઈવર ભજન સિંહ વાદળી શર્ટ પહેરેલો જોવા મળે છે. અભિનેતાએ તેના ખભા પર હાથ મૂક્યો છે. બંને બેડ પર બેઠા છે.

સૈફ અલી જીવ બચાવનાર ઓટો રિક્ષા ચાલકને મળ્યો, ખુશ થઈને ફોટા પડાવ્યા hum dekhenge news

સૈફે ડિસ્ચાર્જ પહેલા કરી મુલાકાત

આ સિવાય એક અન્ય તસવીર પણ લેવામાં આવી છે, જેમાં બંને ઉભા છે. બંને તસવીરોમાં સૈફ અલી ખાન ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. આ તસવીરો ગઈ કાલે લેવામાં આવી હતી, જ્યારે સૈફ અલી ખાન તેના ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો. અભિનેતા ગઈકાલે તેના ઘરની બહાર પણ આ કપડામાં જોવા મળ્યો હતો. સૈફ અલી ખાને અકસ્માત બાદ સર્જરી કરાવી છે. તે સ્વસ્થ થઈ રહ્યો છે. હોસ્પિટલમાં પાંચ દિવસ વિતાવ્યા બાદ મંગળવારે તે ઘરે જવા રવાના થયો હતો.

ડ્રાઈવરે પૈસા લીધા ન હતા

સૈફ અલી ખાન સાથે આ અકસ્માત રાત્રે 2-2.30 વાગ્યાની આસપાસ થયો હતો. આ દરમિયાન તેનો ડ્રાઈવર હાજર ન હતો અને ઘરે હાજર કોઈ પણ વ્યક્તિને કાર ડ્રાઈવ કરતા આવડતી ન હતી. આવી સ્થિતિમાં અભિનેતા ઓટોની મદદથી લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હચો. પોલીસે ઓટો ચાલકની પણ પૂછપરછ કરી હતી. તેને હોસ્પિટલ લઈ જનાર ડ્રાઈવર પણ અભિનેતાને ઓળખી શક્યો ન હતો. તેણે કહ્યું હતું કે અભિનેતા સતત પૂછી રહ્યો હતો કે તેને હોસ્પિટલ પહોંચવામાં કેટલો સમય લાગશે. હોસ્પિટલ પહોંચ્યા પછી ડ્રાઈવરને ખબર પડી કે ઘાયલ વ્યક્તિ તો અભિનેતા સૈફ અલી ખાન છે. ઓટો ડ્રાઈવરે અભિનેતા પાસેથી હોસ્પિટલ લઈ જવા માટે પૈસા પણ લીધા ન હતા.

આ પણ વાંચોઃ સૈફ અલી ખાનને મોટો ફટકો, 15000 કરોડની સંપત્તિ થઈ શકે છે જપ્ત!  જાણો સમગ્ર મામલો

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button