ટ્રેન્ડિંગમનોરંજનમહાકુંભ 2025

મહાકુંભમાં માળા વેચતી મોનાલીસાને લાગી લોટરી, બોલીવુડમાં થાઈ શકે છે એન્ટ્રી

Text To Speech

મહાકુંભ, 22 જાન્યુઆરી, પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ 2025ની વાયરલ ગર્લ મોનાલિસાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સુંદર આંખોવાળી મોનાલિસાએ તેની સુંદરતા અને સ્માઇલને કારણે ફેમસ બની છે. સૌ કોઇ તેની સાથે ફોટો ક્લિક કરાવવા માગે છે. ત્યારે બોલિવૂડના એક ફિલ્મ મેકરની નજર પર આ વાયરલ ગર્લ પર પડી છે. એવા પણ અહેવાલ મળ્યા છે કે આ વાયરલ ગર્લને બોલિવૂડમાં ફિલ્મ કરવાની ઓફર આવી છે.

મહાકુંભમાં કરોડોની ભીડ વચ્ચે માળા વેચતી આ છોકરી તેની સુંદર આંખોને લઇને સોશિયલ મીડિયામાં છવાઇ છે. લોકો તેના વીડિયો અને ફોટો લઇને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ મેકર સનોજ મિશ્રા મોનાલિસાને પોતાની ફિલ્મમાં લેવા માગે છે. સનોજ મિશ્રાનું કહેવુ છે કે મોનાલિસાનો લુક અને તેનો માસૂમ અંદાજ ઘણો પસંદ આવ્યો છે. તેઓ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ડાયરી ઑફ મણિપુરમાં એક રોલ આપવા માગે છે.

મોનાલિસાએ ક્યારેય અભ્યાસ કર્યો નથી અને તે તેના માતાપિતાને માળા વેચવામાં મદદ કરે છે.  ફિલ્મ મેકર સનોજ મિશ્રાએ કહ્યું કે તે પોતાની ફિલ્મમાં મોનાલિસાને ખેડૂતની દીકરીનો રોલ આપવા માંગે છે. આ માટે, તે ટૂંક સમયમાં પ્રયાગરાજ જશે અને તેમને મળશે.  મોનાલિસાને અભિનય તો આવડતો નથી પણ છતાં તેઓ મોનાલિસાને અભિનેત્રી બનવા માટે સંપૂર્ણ તાલીમ આપશે. ડાયરેક્ટરે એ પણ જણાવ્યું કે, “મોનાલિસાને સૌથી પહેલા એક્ટિંગના ક્લાસ કરાવશે, તેને એક્ટિંગનો કક્કો શીખવાડશે અને તેના માટે ખુદ મહેનત કરવી પડે તો પણ કરશે

સનોજ મિશ્રા આ દિવસોમાં ફિલ્મ ‘ડાયરી ઓફ મણિપુર’ની તૈયારીમાં વ્યસ્ત છે. તેમની ફિલ્મ મણિપુરના સળગતા મુદ્દા પર આધારિત છે. આ ફિલ્મ દ્વારા બોલિવૂડ સ્ટાર રાજકુમાર રાવના મોટા ભાઈ અમિત રાવ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. સનોજ મિશ્રા એક એવા દિગ્દર્શક છે જે સમાજના સળગતા મુદ્દાઓ પર ફિલ્મો બનાવે છે.

આ પણ વાંચો..ભગવાન યોગીજીને લાંબુ આયુષ્ય આપે, મહાકુંભની વ્યવસ્થા જોઈ સુધા મૂર્તિ ગદગદ થયાં

Back to top button