ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું કાળી સ્યાહીવાળી પેનથી ચેક ભરવા પર રિઝર્વ બેન્કે પ્રતિબંધ લગાવી દીધો? જાણો શું છે અસલી સચ્ચાઈ

Text To Speech

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2025: હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં કહેવાયું છે કે, ભારતીય રિઝર્વ બેન્કે ચેક પર કાળી સ્યાહીનો ઉપયોગ કરવા પર રોક લગાવી છે. આ સમાચારથી લોકો ખૂબ જ કન્ફ્યૂઝ થયા અને તમામે તેને સાચું માની લીધું. કેટલાય લોકો તેના વિશે વાતો કરવા લાગ્યા અને સવાલો પૂછવા લાગ્યા.

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ આ ખબરને ખોટી ગણાવી છે. તેમા જણાવ્યું છે કે, આરબીઆઈએ ચેક પર સ્યાહીના રંગને લઈને કોઈ નિયમ જાહેર કર્યો નથી. આ ફક્ત અફવા છે, જે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે.

સોશિયલ મીડિયા પર અફવા ફેલાઈ

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે ચેક પર કાળી સ્યાહીનો ઉપયોગ કરી શકાશે નહીં. પણ PIBના જણાવ્યા અનુસાર, આ જાણકારી ખોટી છે. આરબીઆઈએ તેના વિશે કોઈ ગાઈડલાઈન જાહેર કરી નથી. તો આ અફવા પર ધ્યાન આપશો નહીં. આ બધું કોઈ પણ સત્તાવાર જાણકારી વિના ફેલાવી રહ્યા છે.

ચેકનો યોગ્ય ઉપયોગ

ચેક એક લેખિત દસ્તાવેજ હોય છે. જે પૈસાની લેવડદેવડ માટે ઉપયોગ થાય છે. તેમાં પૈસ આપનારાનું નામ અને રકમ લખેલી હોય છે. ચેકને યોગ્ય રીતે ભરવો જરુરી છે. જેથી કોઈ તકલીફ ન આવે. એ ખાતરી કરવી જરુરી છે કે ચેક સ્પષ્ટ અને કોઈ પણ ભૂલ વિના ભરવામાં આવે. જેથી સ્કેનિંગ અને પ્રોસેસિંગમાં કોઈ સમસ્યા ન આવે.

ગ્રાહકોને સલાહ

આરબીઆઈએ એ સ્પષ્ટ કરી દીધું છે કે, આ ચેક પર સ્યાહીના રંગને લઈને કોઈ ખાસ નિયમ નથી. પણ હા, એવો રંગ પસંદ કરો, જેથી આસાનીથી સ્કેન થઈ શકે. અફવાઓ પર ધ્યાન આપો અને હંમેશા સાચી જાણકારી માટે સત્તાવાર સ્ત્રોત પર વિશ્વાસ કરો. એટલા માટે આ અફવા ખોટી છે. યોગ્ય જાણકારી માટે સરકારી સ્ત્રોત પર વિશ્વાસ કરો, જેથી કોઈ પણ કંફ્યૂઝનથી બચી શકાય.

આ પણ વાંચો: ટ્રમ્પના આ આદેશથી અમેરિકાના 22 રાજ્યોમાં વિરોધ, કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો

Back to top button