ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

રાષ્ટ્ર પ્રમુખ બનતા જ ટ્રમ્પે ભારતને આપ્યું ખાસ સન્માન, અમેરિકાએ જયશંકર સાથે પ્રથમ દ્વિપક્ષીય બેઠક યોજી

Text To Speech

વોશિંગટન, 22 જાન્યુઆરી 2025: અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેતા જ એક્શનમાં દેખાઈ રહ્યા છે. ભારતને પ્રાથમિકતા આપતા અમેરિકી વિદેશી મંત્રી માર્કો રુબિયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વાલ્ઝે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પોતાની પ્રથમ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની બેઠક યોજી હતી.

અહીં ઉલ્લેખનિય છે કે, એસ જયશંકર વોશિંગટનમાં ટ્રમ્પના 47માં રાષ્ટ્ર પ્રમુખ શપથ ગ્રહણ સમારંભમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્ય હતા. બંને દેશના નેતાઓની આ બેઠક ફોગી બોટમ મુખ્યાલયમાં થઈ હતી. આ દ્વિપક્ષીય બેઠક બાદ ક્વાડ મંત્રીસ્તરીય બેઠક પણ આયોજીત થઈ. જેમાં ચાર દેશોના વિદેશ મંત્રીઓએ ભાગ લીધો હતો.

માર્કો રુબિયોએ એસ. જયશંકર સાથે પોતાની પ્રથમ દ્વિપક્ષીય બેઠક યોજી. આ દરમ્યાન ભારત-અમેરિકા રણનીતિક ભાગીદારી પર વિસ્તૃત ચર્ચા થઈ. આ બેઠક રુબિયોના પદભાર સંભાળવાના થોડા જ સમય બાદ થઈ. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર વિચાર વિમર્શ કર્યું. આ બેઠકમાં ભારતના અમેરિકી રાજદૂત વિનય ક્વાત્રા પણ સામેલ થયા હતા.

બેઠક બાદ રુબિયો અને જયશંકરે આંતરરાષ્ટ્રીય મીડિયા સામે હાથ મિલાવ્યો અને તસવીર પડાવી હતી. જયશંકરે બેઠક વિશે ટ્વિટ કરતા જણાવ્યું કે, સત્તાવાર રીતે કાર્યાલય સંભાળ્યા બાદ માર્કો રુબિયો સાથે મારી પહેલી દ્વિપક્ષીય બેઠક થઈ. અમે અમારા વ્યાપક દ્વિપક્ષીય ભાગીદારની સમીક્ષા કરી અને ક્ષેત્રિય અને વૈશ્વિક મુદ્દા પર વિચાર શેર કર્યા.

આ પણ વાંચો: કોરોના મહામારી દરમ્યાન PPE કિટ ખરીદવામાં મોટું કૌભાંડ, CAG રિપોર્ટમાં આ રાજ્યને લઈ મોટો ખુલાસો

Back to top button