બિહારના આ દિગ્ગજ નેતાને થયો NDAથી મોહભંગ, કહ્યું-મારે મોદી કેબિનેટ છોડવું પડશે!
નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એક વાર રાજ્યમાં હલચલ મચી ગઈ છે. કેન્દ્રીય મંત્રી જિતનરામ માંઝીએ વિધાનસભા ચૂંટણીમાં ભાગીદારીનો સવાલ ઉઠાવતા એવી વાતો કરી છે કે રાજ્યના રાજકારણમાં રાજકીય પારો હાઈ થઈ ગયો છે. દિલ્હીમાં ટિકિટ નહીં મળવાથી તેઓ ભાજપથી નારાજ છે. માંઝીએ સ્પષ્ટ કહી દીધું છે કેએનડીએમાં તેમની પાર્ટી હિન્દુસ્તાની અવામ મોર્ચાને નબળી સમજવાની ભૂલ કરી છે.તેમણે ગત રોજ બિહારના મુંગેરમાં રાજકીય તાકાતનો પરચો બતાવાની જાહેરાત કરી દીધી છે.
બિહારમાં બતાવી દઈશું ઔકાત
માંઝીએ કહ્યું કે, એનડીએમાં તેમની પાર્ટીની ઉપેક્ષા થઈ રહી છે. તેમણે કહ્યું કે, ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી થઈ તો અમારી પાર્ટીને કોઈ સીટ આપવામાં આવી નહીં. દિલ્હીમાં પણ અમારી પાર્ટીને કોઈ સીટ આપવામાં આવી નહીં. તેઓ કહે છે કે અમે નહોતી માગી એટલે ન આપી. માંઝીએ આગળ કહ્યું કે, આ ન્યાય છે શું? અમારુ કોઈ અસ્તિત્વ જ નથી શું? તેઓ સમજે છે શું અમારુ કોઈ અસ્તિત્વ જ નથી? એટલા માટે અમને સીટો નથી આપતા. જેમને અમારો પાવર જોવો હોય તો મારી જાહેર સભા જોઈ લે. આજે હું મુંગેરમાં છું અને અહીં કેટલા લોકો આવ્યા છે.
માંઝીએ ખુલ્લા મંચથી કહી દીધું કે, ઝારખંડમાં અમારી ઔકાત નહોતી, દિલ્હીમાં અમારી ઔકાત નહોતી, પણ બિહારમાં અમે અમારી ઔકાત બતાવીશું.
મોદી કેબિનેટ છોડવું પડશે- માંઝી
સાથે જ માંઝીએ આંખ દેખાડતા એક રીતે સીધું કહી દીધું છે કે તેમને કેબિનેટ છોડવું પડશે. માંઝીએ કહ્યું કે, મારી વાત વધે છે, એટલા માટે લાગે છે કે મારે મોદી કેબિનેટ છોડવું પડશે. લોકો અમારી સાથે છે. મારી પાસે વોટ છે તો અમને સીટ કેમ નથી મળતી. આ પ્રશ્ન મારે કરવો છે. જે અમારુ અસ્તિત્વ છે, તે અનુસાર અમને સીટ આપો. અમે અમારા ફાયદા માટે નહીં પણ દલિતોના ફાયદા માટે સીટ માગીએ છીએ.
આ પણ વાંચો: IND vs ENG 1st T20: આજથી ઈંગ્લેન્ડ સામે ટી20 સીરીઝની શરુઆત, જાણો ક્યાં રમાશે મેચ, કેવી રીતે જોઈ શકશો