IND vs ENG 1st T20: આજથી ઈંગ્લેન્ડ સામે ટી20 સીરીઝની શરુઆત, જાણો ક્યાં રમાશે મેચ, કેવી રીતે જોઈ શકશો
IND vs ENG 1st T20I Live Streaming And Telecast: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચ આજે એટલે કે 22 જાન્યુઆરી, બુધવારના રોજ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે. બંને ટીમો વચ્ચે પાંચ મેટોની ટી20 સીરીઝ રમાવાની શરુઆત આજથી થશે. આ સીરીઝમાં ફરી એક વાર સૂર્યકુમાર યાદવ ભારતની કમાન સંભાળતા જોવા મળશે. જો વળી જોસ બટલર ઈંગ્લેન્ડના કપ્તાન તરીકે જોવા મળશે. બંને ટીમો વચ્ચે રસપ્રદ મેચ થવાની આશા છે. તો આવો જાણીએ આ મેચ આપ ક્યાં લાઈવ જોઈ શકશો.
ક્યાં રમાશે આ મેચ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચ આજે એટલે 22 જાન્યુઆરી બુધવારના રોજ રમાશે. મેચની શરુઆત સાંજના 7.00 વાગ્યાથી, જ્યારે ટોસ અડધો કલાક પહેલા એટલે કે 6.30 કલાકે થશે.
ક્યાં રમાશે આ મેચ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20 કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડનમાં રમાશે.
ટીવી પર ક્યાં લાઈવ જોઈ શકશો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ ટી20 મેચ ભારતમાં ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા લાઈવ જોઈ શકશો. તેમાં તમે કેટલીય ભાષામાં આ મેચ જોઈ શકશો.
ક્યાં જોઈ શકશો લાઈવ સ્ટ્રીમિંગ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ ટી20ને ડિઝની પ્લસ હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.
ટી20 સીરીઝ માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કપ્તાન), સંજૂ સૈમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિન્કૂ સિંહ, નીતિશ રેડ્ડી, અક્ષર પટેલ (ઉપકપ્તાન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગટન સુંદર, ધ્રુવ ઝુરેલ
ટી20 સીરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ
બેન ડકેટ, હૈરી બ્રૂક,જેમી સ્મિથ, જેમી ઓવરટન, ઝૈકબ બેથવસ લિયામ લિવિંગસ્ટોન, જોસ બટલર (કપ્તાન), ફિલ સોલ્ટ,આદિલ રશીદ,બ્રાયડન કાર્સ, ગસ એટકિંસન,જોફ્રા આર્ચર, માર્ક વુડ, રેહાન અહમદ, સાકિબ મહમૂદ
આ પણ વાંચો: 22 જાન્યુઆરી, 2025: મીન રાશિની લવ લાઈફમાં દિવસ રોમેન્ટિક સાબિત થઈ શકે છે