ટ્રેન્ડિંગધર્મમહાકુંભ 2025

મૌની અમાવસ્યા પર મહાકુંભમા સ્નાનનું મુહૂર્ત અને મહત્ત્વ જાણો

  • મૌની અમાવસ્યા દર વર્ષે મહા મહિનાની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસને માઘી અમાવસ્યા પણ કહેવાય છે

HD ન્યુઝ ડેસ્કઃ મૌની અમાવસ્યાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું અનેરું મહત્ત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે. મૌની અમાવસ્યા દર વર્ષે મહા મહિનાની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસને માઘી અમાવસ્યા પણ કહેવાય છે. આ વર્ષે મૌની અમાવસ્યા 29 જાન્યુઆરી, બુધવારના રોજ સિદ્ધિ યોગમાં ઉજવવામાં આવશે. આ દિવસે ગંગા નદીમાં સ્નાનની સાથે પરોપકાર કાર્ય પણ શુભ માનવામાં આવે છે. મૌની અમાવસ્યાના દિવસે પિતૃઓને શાંતિ અને મોક્ષ પ્રદાન કરવા માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓની કૃપા પરિવારના સભ્યો પર રહે છે.

મૌની અમાવસ્યા 28 જાન્યુઆરીના રોજ રાતે 7.35 વાગ્યે શરૂ થશે અને 29 જાન્યુઆરી 6.05ના રોજ ખતમ થશે. ઉદયાતિથિને જોતા મૌની અમાવસ્યા 29 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની પણ પરંપરા છે.

મૌની અમાવસ્યા પર મહાકુંભમા સ્નાનનું મુહૂર્ત અને મહત્ત્વ જાણો hum dekhenge news

મૌની અમાવસ્યા અને મહાકુંભ

મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં અમૃતસ્નાન યોજાશે. સનાતન ધર્મમાં મૌની અમાવસ્યા પર કરવામાં આવેલું સ્નાન પુણ્ય ફળદાયી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ સ્નાન વ્યક્તિની મોક્ષ પ્રાપ્તિ માટે જરૂરી છે. 29 જાન્યુઆરીએ બ્રહ્મ મુહૂર્તમાં શ્રદ્ધાળુઓ આ અમૃતસ્નાનનો લહાવો લઈ શકશે.

મૌની અમાવસ્યાના દિવસે શું કરવું?

  • મૌની અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઊઠીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અને જો તે શક્ય ન હોય તો ઘરના પાણીમાં ગંગા જળ ભેળવીને સ્નાન કરવું જોઈએ.
  • આ દિવસે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પિત કરો અને તેમની પૂજા કરો.
  • મૌની અમાવસ્યાના દિવસે પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન કરો. એવું માનવામાં આવે છે કે આનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે.
  • મૌની અમાવસ્યાના દિવસે સાત્વિક ભોજન કરવું જોઈએ.
  • મૌની અમાવસ્યાના દિવસે વિશ્વના પાલનહાર વિષ્ણુ ભગવાન, માતા લક્ષ્મી, તુલસીના છોડ અને માતા ગંગાની પૂજા કરવી જોઈએ.
  • મૌની અમાવસ્યાના દિવસે તમે મૌન અથવા ઉપવાસ પણ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે મૌની અમાવસ્યાના દિવસે ઉપવાસ કરવાથી આત્મ-નિયંત્રણ, માનસિક શાંતિ અને મોક્ષ મળે છે.

આ પણ વાંચોઃ મહાકુંભમાં 30 લાખ જેટલાં ગુજરાતી યાત્રિકોએ શાહી સ્નાનનો લાભ લીધો

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button