ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

બ્રહ્માંડમાં મળ્યો એવો બ્લેક હોલ જેમાં સમાઈ શકે છે 70 કરોડ સૂરજ, આવી રીતે થઈ તેની શોધ

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક, 21 જાન્યુઆરી 2025: એસ્ટ્રોનોમર્સે અત્યાર સુધીમાં શોધેલા સૌથી દૂરના બ્લાઝરની શોધ કરી છે. જે 70 કરોડ સૂરજની બરાબર દ્રવ્યમાનવાળા એક સુપરમૈસિવ બ્લેક હોલ છે. ખગોળવિદોએ તેનું નામ J0410−0139 રાખ્યુ છે. આ કોઈ સાધારણ બ્લેક હોલ નથી. અત્યાર સુધી શોધાયેલા બ્લેક હોલમાં સૌથી મોટો અને સૌથી શક્તિશાળી છે. આ પૃથ્વીથી 12.9 બિલિયન પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. જે તેને અત્યાર સુધીનો સૌથી દૂર બ્લાઝર બનાવે છે. જો તેને પૃથ્વી પર છોડી દેવામાં આવે તો, આપણા ભુક્કા કાઢી નાખે.

શું હોય છે બ્લાઝર?

બ્લાઝર દુર્લભ આકાશગંગાઓનો એક પ્રકાર છે. જેના કેન્દ્રમાં સુપરમૈસિવ બ્લેક હોલ હોય છે. આ બ્લેક હોલ વધારે ઊર્જાવાળા જેટ ઉત્સર્જિત કરે છે, જે પૃથ્વીની દિશામાં કેન્દ્રિત હોય છે. તેનાથી આ બ્રહ્માંડની સૌથી ચમકદાર વસ્તુઓમાંથી એક બની જાય છે. આ બ્લેક હોલની ચારે તરફ વિશાળ ચુંબકીય ક્ષેત્ર જેટને આકાર આપે છે. જેટની અંદર કણ પ્રકાશની ગતિની નજીક યાત્રા કરે છે અને વિદ્યુત ચુંબકીય સ્પેક્ટ્રમમાં ભારે માત્રામાં ઊર્જા છોડે છે.

શક્તિશાળી દૂરબીનોની મદદથી થઈ શોધ

J0410−0139ની શોધ શક્તિશાળી દૂરબીનોની મદદથી શક્ય બની ગઈ છે. J0410−0139ની શોધમાં ALMA,, મેગલન ટેલીસ્કોપ, VLT અને NASAની ચંદ્રા એક્સ રે ઓબ્ઝરવેટરી જેવા શક્તિશાળી ઉપકરણોએ મહત્વની ભૂમિકા નિભાવી. આ ઉપકરણોથી એકત્ર ડેટાએ વૈજ્ઞાનિકોને બ્લાઝરના જેટ અને તેના કેન્દ્રમાં રહેલા સુપરમૈસિવ બ્લેક હોલના ઊંડાણની તપાસ કરવાની પરવાનગી આપી. જેનાથી સુપરમૈસિવ બ્લેક હોલના નિર્માણ અને વિકાસ વિશે મહત્વની જાણકારી સામે આવી.

બ્રહ્માંડના રહસ્યો સામે લાવશે

આ બ્લાઝર બિગ બૈંગના 800 મિલિયન વર્ષો બાદ અસ્તિત્વમાં આવ્યો, જેનાથી વૈજ્ઞાનિકો શરુઆતી બ્રહ્માંડ વિશે નવા સવાલોના જવાબ શોધી શકશે. તેની શોધ ન ફક્ત બ્લેક હોલની ઉત્પતિ અને વિકાસ વિશે, પણ બ્રહ્માંડના પહેલા સ્ટાર્સ અને આકાશગંગાઓ બનવા વિશે પણ મહત્વપૂર્ણ જાણકારી મળશે. આ શોધ ખગોળ વિજ્ઞાનમાં નવી શોધ માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે અને બ્રહ્માંડના વિકાસના રહસ્યોને ઉજાગર કરવામાં મદદ કરશે.

આ પણ વાંચો: મહાકુંભમાં પ્રદેશનું પહેલું ડબલ ડેકર બસ રેસ્ટોરન્ટ ખુલ્યું, આ છે ખાસિયત

Back to top button