છત્તીસગઢના ગરિયાબંદમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, 14 નક્સલીઓ ઠાર
રાયપુર, 21 જાન્યુઆરી 2025: લાલ આતંક વિરુદ્ધ સુરક્ષા દળોએ તાબડતોડ પ્રહાર વધારે તેજ કરી દીધા છે. છત્તીસગઢમાં બસ્તર બાદ હવે ગારિયાબંધમાં નક્સલીઓનો મોટો સફાયો કર્યો છે. અહીં સુરક્ષા દળોએ 24 કલાકમાં 14થી વધારે નક્સલીઓને ઠાર કર્યા છે. મૃતકોની સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે. રવિવારે પણ આ અથડામણ ચાલું હતી. રાતના સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. ગૃહમંત્રી અમિત શાહ એલાન કરી ચુક્યા છે કે માર્ચ 2026 સુધી દેશને નક્સલમુક્ત કરી દેવામાં આવશે.
પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું છે કે, છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર મૈનપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેતા એક જંગલમાં સોમવારે મોડી રાતે અને મંગળવાર સવારે અથડામણ થયું. જેમાં 12 માઓવાદીઓ માર્યા ગયા. આ અગાઉ સોમવારે અથડામણમાં બે મહિલા નક્સલી ઠાર થઈ હતી અને સીઆરપીએફના કોબરા બટાલિયનના એક જવાન ઘાયલ થઈ ગયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે, છત્તીસગઢથી જિલ્લા રિઝર્વ ગાર્ડ, સીઆરપીએફ અને ઓડિશાથી ખાસ અભિયાન દળનું સંયુક્ત અભિયાન ચાલી રહ્યું હતું. તેમણે જણાવ્યું કે, ઓડિશાના નુઆપાડા જિલ્લાની સરહદથી લગભગ પાંચ કિમી દૂર છત્તીસગઢના કુલારીઘાટ રિઝર્વ વનમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરીની જાણકારીના આધાર પર 19 જાન્યુઆરીની રાતે અભિયાન શરુ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, સોમવારે અભિયાન દરમ્યાન અથડામણ સ્થળમાં મોટી માત્રામાં હથિયાર, દારુગોળા અને એક સેલ્ફ લોડિંગ રાઈફલ મળી હતી અને બારુદી સુરંગ પણ મળી હતી.
આ પણ વાંચો: મહાકુંભમાં પ્રદેશનું પહેલું ડબલ ડેકર બસ રેસ્ટોરન્ટ ખુલ્યું, આ છે ખાસિયત