વિચિત્ર કિસ્સો:પિતાના મૃતદેહને દફનાવવાની માગને લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યો શખ્સ,જાણો શું છે સમગ્ર મામલો
નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2025: સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, તે આ જોઈને દુ:ખી છે કે એક વ્યક્તિને પોતાના પિતાને ઈસાઈ રીતિ રિવાજ અનુસાર છત્તીસગઢના એક ગામમાં દફનાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી આવવા માટે મજબૂર થવું પડ્યું. અધિકારીઓ આ મુદ્દાનું સમાધાન કરવામાં નિષ્ફળ રહ્યા. જસ્ટિસ બી.વી.નારગરત્ના અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે રમેશ બઘેલ તરફથી દાખલ અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. હાઈકોર્ટે ગામના કબરમાં ઈસાઈઓને દફનાવવાની માગને ફગાવી દીધી હતી.
7 જાન્યુઆરી પોસ્ટમોર્ટમ હાઉસમાં રાખ્યો છે મૃતદેહ
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, વ્યક્તિને તેમના ગામમાં જ મૃતદેહને દફનાવવાની પરવાનગી કેમ ન આપી શકાય? મૃતદેહ 7 જાન્યુઆરીથી પોસ્ટમોર્ટમ હાઉસમાં રાખેલ છે. પણ દુખદ છે કે પીડિતને સુપ્રીમ કોર્ટ આવવું પડ્યું. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે પંચાયત, રાજ્ય સરકાર અને હાઈકોર્ટ આ મામલાનું સમાધાન ન કરી શક્યા. હાઈકોર્ટની આ ટિપ્પણી હતી કે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા થઈ શકે છે. આ અમે ચોંકાવે છે. સોમવારે થયેલી સુનાવણી દરમ્યાન રાજ્ય સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા કોર્ટમાં રજૂ થયા.
તુષાર મહેતાએ શું દલીલો આપી
તુષાર મહેતાએ કોર્ટમાં કહ્યું કે, ઈસાઈઓ માટે કોઈ અલગ કબ્રસ્તાન નથી અને લાશને ગામથી 20 કિમી દૂર કોઈ જગ્યાએ દફનાવી શકાય છે. આ દરમ્યાન બઘેલ તરફથી હાજર રહેલા વકીલ કોલિન ગોંસાલ્વેસે કહ્યુ કે રાજ્ય તરફથી રજૂ એફિડેવિટથી આ સ્પષ્ટ થાય છે કે તેમના પરિવારના અન્ય સભ્યો પણ ગામમાં જ દફનાવેલા છે. ગોંસાલ્વેસે એફિડેવિટનો હવાલો આપતા કહ્યું કે, મૃતકને દફનાવવાની પરવાનગી નથી આપી રહ્યા કેમ કે તે ઈસાઈ હતો.
તેના પર મહેતાએ કહ્યું કે, બઘેલ પોતાના પિતાને પોતાના પરિવારના ગામના કબ્રસ્તાનમાં દફનાવવાની વાત કરી રહ્યા હતા, જેથી તે આદિવાસી હિન્દુઓ અને આદિવાસી ઈસાઈઓની વચ્ચે અશાંતિ ફેલાવી શકે. ગોંસાલ્વેસે તેનો વિરોધ કરતા કહ્યું કે, આ ઈસાઈઓને કાઢવાની શરુઆત છે. મેહતાએ કહ્યું કે, આ મુદ્દાને ભાવનાઓના આધાર પર નિર્ણય ન કરવો જોઈએ અને તે મામલા પર વિસ્તૃત ચર્ચા કરવા માટે તૈયાર છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે આગામી તારીખ 22 જાન્યુઆરી નક્કી કરી છે.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં અડધી રાતે પોલીસે એન્કાઉન્ટર કર્યું, 1 લાખના ઈનામી સહિત 4 બદમાશ ઠાર