ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

T20માં સૂર્યકુમાર ઈતિહાસ બનાવવાની નજીક, આટલું કરતા જ વર્લ્ડ ક્રિકેટમાં મચી જશે ખળભળાટ

Text To Speech

કોલકાતા, 21 જાન્યુઆરી : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની પ્રથમ T-20 મેચ કાલે 22 જાન્યુઆરીએ કોલકાતામાં રમાશે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ પ્રથમ T20 મેચ દરમિયાન ઈતિહાસ રચવાની નજીક છે. T-20 સિરીઝમાં કેપ્ટન સૂર્યાના નામે એક એવો રેકોર્ડ નોંધાઈ શકે છે જે વિશ્વ ક્રિકેટમાં હલચલ મચાવી શકે છે.

સૂર્યકુમાર T-20 ઇન્ટરનેશનલમાં 150 સિક્સર પૂરી કરવાથી માત્ર 5 સિક્સ દૂર છે. જો સૂર્યા આમ કરવામાં સફળ થાય છે, તો તે T20Iમાં 150થી વધુ છગ્ગા મારનાર ભારતનો બીજો બેટ્સમેન બની જશે. હાલમાં રોહિત શર્મા T-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 205 સિક્સર ફટકારનાર બેટ્સમેન છે. એટલે કે, 150 છગ્ગા પૂરા કરીને, સૂર્યા T-20 ઈન્ટરનેશનલમાં 150થી વધુ છગ્ગા મારનાર ભારતનો બીજો અને વિશ્વ ક્રિકેટનો ચોથો બેટ્સમેન બની જશે.

રોહિતે 159 મેચમાં 205 સિક્સર ફટકારી છે.  એ જ રીતે માર્ટિન ગુપ્ટિલે T20Iમાં 173 સિક્સર અને મોહમ્મદ વસીમે 158 સિક્સર ફટકારી છે. સૂર્યા અત્યાર સુધી T20I માં 145 છગ્ગા ફટકારવામાં સફળ રહ્યો છે.

સૂર્યકુમાર ઉપરાંત, અર્શદીપ સિંહને T20Iમાં 100 વિકેટ પૂરી કરવા માટે માત્ર પાંચ વિકેટની જરૂર છે, એકવાર તે 100 વિકેટ પૂરી કરી લે તો અર્શદીપ T20Iમાં આવું કારનામું કરનાર ભારતનો પ્રથમ બોલર બની જશે. વોશિંગ્ટન સુંદર T20Iમાં 50 વિકેટ લેવાથી ત્રણ વિકેટ દૂર છે.  ઈંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોનને ટી20માં 1000 રન પૂરા કરવા માટે 119 રનની જરૂર છે.

ઈંગ્લેન્ડ ટી-20 ટીમ

જોસ બટલર (કેપ્ટન અને wk), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઈડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટોન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ (wk), માર્ક વુડ.

ભારતની T-20 ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર)

આ પણ વાંચો :- દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કેટલા પોતાનું ભાવિ અજમાવશે

Back to top button