ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

ઘાયલ અવસ્થામાં સૈફ અલી ખાનને હોસ્પિટલે પહોંચાડનારા ઓટો ડ્રાઈવરને મળ્યું મોટું ઈનામ

Text To Speech

મુંબઈ, 21 જાન્યુઆરી 2025: ઘર પર થયેલા હુમલામાં ઘાયલ સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલે પહોંચાડનારા ઓટો ડ્રાઈવર ભજન સિંહ રાણાને સોશિયલ મીડિયા ઈંન્ફ્લુએંસર ફૈઝાન અંસારીએ સોમવારે સન્માનિત કર્યો છે. તેને આર્થિક મદદ કરી છે. રાણાએ જણાવ્યું કે, આ નેક કામ કરીને તેને ગર્વ અનુભવાઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસર ફૈઝાન અંસારીએ રિક્ષા ચાલકોની વચ્ચે ભજન સિંહ રાણાને સન્માનિત કર્યા અને તેને 11 હજારનું ઈનામ આપ્યું. ભજન સિંહ રાણાએ કહ્યું કે, મેં ક્યારેય જિંદગીમાં નહોતું વિચાર્યું કે કંઈક આવું થશે. મને ખૂબ જ ગર્વ થઈ રહ્યો છું. સન્માન મળવાથી સારુ લાગી રહ્યું છે.

તેણે આગળ કહ્યું કે મને સારુ લાગી રહ્યું છે કે મેં કોઈની મદદ કરી. લોકો કોઈને લોહીથી લથબથ જુએ તો ડરી જતાં હોય છે અને મને પણ એક ક્ષણ માટે ડર લાગ્યો હતો. હું ગભરાયેલો હતો કે પોલીસના ચક્કરમાં ન ફસાઈ જાવ. પણ બાદમાં હું મદદ માટે આગળ આવ્યો, આ વાત મને ખુશી આપે છે.

ભજન રાણાએ સૈફને સાહસી ગણાવતા કહ્યું કે, તે ખુદ ચાલીને હોસ્પિટલે ગયા હતા. તેમનામાં સાહસ જોવા મળ્યું. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં પણ તેમણે ખૂબ હિમ્મત દેખાડી. કહેવાય છે ને કે મર્દ કો દર્દ નહીં હોતા, તો તેની સાથે પણ આવુ જ થયું.

આ પણ વાંચો: America Is Back: ટ્રમ્પ રાષ્ટ્ર પ્રમુખ બનતાની સાથે જ White Houseની વેબસાઈટના રંગ રુપ બદલાયા, નવા તેવર સાથે નવો મેસેજ

Back to top button