ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

America Is Back: ટ્રમ્પ રાષ્ટ્ર પ્રમુખ બનતાની સાથે જ White Houseની વેબસાઈટના રંગ રુપ બદલાયા, નવા તેવર સાથે નવો મેસેજ

Text To Speech

વોશિંગટન, 21 જાન્યુઆરી 2025: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્ર પ્રમુખ તરીકે સોમવારે શપથ લેવાના થોડી જ વાર બાદ રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસની વેબસાઈટનો રંગ રુપ બદલાઈ ગયો. હવે વ્હાઈટ હાઉસની વેબસાઈટ નવા રંગમાં જોવા મળી રહી છે. તેના પર અમેરિકા ઈઝ બેકનું બેનર લગાવેલું જોવા મળે છે. તેની સાથે જ ટ્રમ્પનો એક ફોટો પણ લાગેલો છે.

એટલું જ નહીં વ્હાઈટ હાઉસની વેબસાઈટ પર ટ્રમ્પ (78)ના હસ્તાક્ષરવાળો મેસેજ છે, જેમાં તેમણે કહ્યું કે, હું દરરોજ મારા શ્વાસ સાથે લડતો રહીશ. હું ત્યાં સુધી આરામથી બેસીશ નહીં, જ્યાં સુધી અમે મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ અમેરિકા નહીં બનાવી દઈએ. જેના આપણા બાળકો અને આપ હકદાર છો. આ વાસ્તવમાં અમેરિકાનો સ્વર્ણિમ યુગ હશે. સોશિયલ મીડિયા અકાઉન્ટ એક્સ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પણ વ્હાઈટ હાઉસનું નવું રુપ સામે આવ્યું છે.

ટ્રમ્પ, જેડી વેંસ અને મેલાનિયા ટ્રમ્પનો લખવામા આવ્યો પરિચય

વેબસાઈટ પર ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત પ્રથમ અમેરિકી મહિલા મેલાનિયા ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. આ ઉપરાંત આ વેબસાઈટ પર ટ્રમ્પના પહેલા કાર્યકાળની ઉપલબ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમાં મધ્ય વર્ગને કરમાં રાહત, રોજગાર સહિત અન્ય પાસાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. વ્હાઈટ હાઉસે એવું પણ કહ્યું કે, ટ્રમ્પ અમેરિકાના બીજા દેશોના યુદ્ધથી દૂર રહેશે. તેની સૈન્ય તૈયારીઓમાં સુધાર કરશે અને દેશને તમામ ખતરા અને સંકટથી બચાવશે. અમેરિકામાં સ્વર્ણિમ યુગની શરુઆતની વાત કહેવાય છે.

આ પણ વાંચો: શપથ લેતાની સાથે જ એક્શનમાં જોવા મળ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, WHOમાંથી હટવાનો નિર્ણય, પાછલી સરકારના 78 નિર્ણય રદ કર્યા

Back to top button