શપથ લેતાની સાથે જ એક્શનમાં જોવા મળ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, WHOમાંથી હટવાનો નિર્ણય, પાછલી સરકારના 78 નિર્ણય રદ કર્યા
વોશિંગટન, 21 જાન્યુઆરી 2025: ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ પદના શપથ ગ્રહણ કર્યા. તેની સાથે જ તેઓ સત્તાવાર રીતે દેશના રાષ્ટ્ર પ્રમુખ બની ગયા છે. ટ્રમ્પે પદભાર સંભાળતા જ કાર્યકારી આદેશ પર સાઈન કર્યા છે. તેમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું સભ્યપદથી અમેરિકાને બહાર નીકળવાના આદેશ પણ સામેલ છે.
ટ્રમ્પે શપથ લીધા બાદ ઓવલ ઓફિસ પહોંચ્યા હતા. અહીં તેમણે કાર્યકારી આદેશ પર સાઈન કરી. આ દરમ્યાન તેમણે મોટી સંખ્યામાં બાઈડેન સરકારના 78 નિર્ણયો રદ કરી દીધા. તેની સાથે જ તેમણે પેરિસ જળવાયુ કરારમાંથી અમેરિકા બહાર હોવાની પણ જાહેરાત કરી દીધી.
ટ્રમ્પે કહ્યું કે, અમે કાર્યકારી આદેશ પર સાઈન કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા હું પાછલી સરકારમાં લેવામાં આવેલા વિનાશકારી નિર્ણયોને રદ કરીશ. આ અમેરિકાના ઈતિહાસમાં સૌથી ખરાબ સરકાર હતી.
ટ્રમ્પે શપથ લેતા જ આ ફાઈલો પર સાઈન કરી
- છ જાન્યુઆરી 2011ના કેપિટલ હિલ પર હુમલાના દોષિ 1500 લોકોને માફી
- ડ્રગ્સ કાર્ટેલને આતંકી સંગઠન જાહેર કર્યું
- અમેરિકાની દક્ષિણી સરહદ પર ગેરકાયદેસર રીતે દેશમાં એન્ટર થઈ રહેલા લોકોથી અમેરિકાને બચાવવામાં આવશે.
- મેક્સિકો અને કેનાડા પર 25 ટકા ટેરિફ લગાવવામાં આવશે. આ એક ફેબ્રુઆરીથી લાગૂ થઈ શકશે.
- પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટથી બહાર હશે અમેરિકા
- સંઘીય સરકારમાં મેરિટ આધાર પર નિયુક્તિઓ થશે.
- સરકારી સેંસરશિપને સમાપ્ત કરશે અને અમેરિકામાં સ્વતંત્ર ભાષણને ફરીથી લાગૂ કરશે.
- અમેરિકામાં થર્ડ જેન્ડર અમાન્ય જાહેર કર્યું.
- યૂએસ-મેક્સિકો બોર્ડર પર ઈમરજન્સી જાહેર
- રાષ્ટ્રીય ઊર્જા કટોકટીની ઘોષણા
- ઈલેક્ટ્રિક વાહનની અનિવાર્યતા સમાપ્ત
- અમેરિકામાં જન્મથી મળતા નાગરિકતા ખતમ
- અમેરિકામાં ટિકટોકને 75 દિવસની સંજીવની
આ પણ વાંચો: 21 જાન્યુઆરી, 2025: ધન રાશિએ લક્ષ્ય પ્રાપ્ત કરવા અનેક પ્રયાસ કરવા પડશે