ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં વાહન અકસ્માતમાં સગીર સહિત ત્રણના મૃત્યુ

Text To Speech
  • નરોડામાં ગેલેક્સી સિનેમા નજીક અકસ્માત થયો
  • રાયખડમાં આધેડ રોડ ક્રોસ કરતા અકસ્માત
  • શાહીબાગમાં સગીર બાઇકનું અકસ્માતમાં મોત

અમદાવાદમાં વાહન અકસ્માતમાં સગીર સહિત ત્રણના મૃત્યુ થયા છે. જેમાં પૂર્વ વિસ્તારમાં અકસ્માતમાં સગીર સહિત ત્રણ વ્યક્તિના મોત થતા ચકચાર મચી છે.

પાછળથી આવતી ટ્રકનું ટાયર ફરી વળતા મોત

નરોડામાં ગેલેક્સી સિનેમા નજીક બે ભાઇ બાઇક ઉપર પસાર થતાં હતા ત્યારે પાર્ક કરેલી કારના ચાલકે અચાનક દરવાજો ખોલતા બન્ને ભાઇ રોડ ઉપર પટકાયા હતા આ સમયે પાછળથી આવતી ટ્રકનું ટાયર ફરી વળતાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે બીજા ભાઇ સારવાર હેઠળ છે.

આધેડે રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી

રાયખડમાં આધેડ રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત થયું હતું, શાહીબાગમાં સગીર બાઇક ચલાવીને જતો હતો ત્યારે ઉભેલી બોલેરા પાછળ ઘૂસી જતાં ગંભીર હાલતમાં સગીરનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે સગીરને વાહન ચલાવવા આપનારા વાહન માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાત: હાડથીજવતી ઠંડીની હવામાન વિભાગની આગાહી, રાત્રીના તાપમાન ઘટશે

Back to top button