ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ


- પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
ગાંધીનગર, 26 જાન્યુઆરી : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજે ભારત 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યુ છે. આ પર્વને સ્વર્ણિમ ભારત: વિરાસત અને વિકાસની થીમ સાથે સમગ્ર ભારતવાસીઓ ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશના મહામંત્રી રજનીભાઇ પટેલે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે, આજે દેશભરના લોકો 76માં પ્રજાસત્તાક પર્વને આનંદ અને ઉલ્લાસથી ઉજવી રહ્યા છે આ પર્વની સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મા ભારતી જ્યારે ગુલામીની ઝંઝીરોમાં જકળાયેલા હતા ત્યારે અનેક નાગરીકોએ આપણા દેશને ગુલામીમાથી મુકત કરવા બલિદાન આપ્યું છે. દેશને આઝાદી અપાવવા જે વિર મહાપુરુષોએ શહિદી વ્હોરી છે તેમના ચરણોમા નતમસ્તક સાથે વંદન કરું છું. દેશની શરહદોને સુરક્ષીત રાખવા જે જવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને હ્રદયથી વંદન અને જે જવાનો કે જેમને ભારત દેશ માટે શહિદી વ્હોરી છે તેમને સાચારૂપે શ્રદ્ધાંજલી અર્પણ કરું છું.
રજનીભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, આજે દેશ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. આજે ભારત તેમના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત અને વિકસીત ભારતના સંકલ્પ સાથે દેશને મજબૂત નેતૃત્વ આપી રહ્યા છે. આપણે સૌ વિકસીત ભારત બનાવવા આપણી ફરજ ચોક્ક્સ નિભાવીએ.
દેશના વિકાસ માટે આપણું યોગદાન કેવુ હોવું જોઇએ તેનું સૌએ આત્મમંથન કરવું જોઇએ અને આપણા મુલ્ય,વિરાસત અને સાંસ્કૃતિક મુલ્યોને જાળવી દેશને વિકસીત ભારત બનાવવા સંકલ્પ કરીએ. આ કાર્યક્રમમાં સાંસદો,ધારાસભ્યો, પ્રદેશ અને જીલ્લાના વિવિધ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :- CM ભૂપેન્દ્ર પટેલે જે કર્યું તેને વ્યારાનો આ પરિવાર કદી નહીં ભૂલે