હિન્દુ પ્રતીકોના અપમાન બદલ આમ આદમી પાર્ટીના મહિલા નેતાને નોટિસઃ જાણો સમગ્ર કેસ
નવી દિલ્હી, 20 જાન્યુઆરી, 2025: આમ આદમી પાર્ટીના એક મહિલા નેતાને હિન્દુ પ્રતીકોનું અપમાન કરવા બદલ દિલ્હીના એક જાણીતા વકીલે નોટિસ પાઠવી છે. અમીતા સચદેવા નામના એક મહિલા વકીલે આમ આદમી પાર્ટીના મહિલા નેતા બબીતા વર્માને નોટિસ પાઠવી છે કેમ કે બબીતાએ તેની ફેસબુક પોસ્ટ દ્વારા સનાતન હિન્દુ ધર્મનાં પ્રતીકો વિશે અપમાન જનક લખાણ લખ્યું છે.
એડવોકેટ અમીતા સચદેવાએ તેમના X હેન્ડલ ઉપર આપ પાર્ટીની નેતા નેતા બબીતાની ફેસબુક પોસ્ટનો સ્ક્રિન શોટ શૅર કરીને વિસ્તારથી લખ્યું છે કે, તમારી આ પોસ્ટથી હિન્દુઓની લાગણી દુભાઈ છે અને તમને 24 કલાકમાં એ ફેસબુક પોસ્ટ ડીલીટ કરવા તેમજ એ પોસ્ટ કરવા બદલ માફી માગવા નોટિસ આપવામાં આવે છે. જો 24 કલાકમાં તમે પોસ્ટ ડીલીટ કરીને માફી નહીં માગો તો તમારી વિરુદ્ધ કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.
જોકે આ અંગે એચડી ન્યૂઝ દ્વારા તપાસ કરવામાં આવતા આમ આદમી પાર્ટીની નેતા બબીતા વર્માએ સોમવારે બપોરે ત્રણ વાગ્યા સુધી તેની પોસ્ટ ડીલીટ કરી નહોતી.
શું કહ્યું એડવોકેટે?
આ પોસ્ટના પ્રત્યાઘાતરૂપે એડવોકેટ અમીતા સચદેવાએ એક્સ હેન્ડલ ઉપર વિગતવાર લખ્યું છે એટલું જ નહીં પરંતુ તેમાં તેમણે બબીતા વર્મા ઉપરાંત અરવિંદ કેજરીવાલ તેમજ દિલ્હીનાં મુખ્યપ્રધાન આતિશીને પણ ટૅગ કર્યાં છે.
Ms. Babita Verma (@BabitaDidi)
Your recent Facebook post contains extremely derogatory content that mocks and insults the beliefs and practices of Hindu Dharma in a disrespectful manner. The post ridicules sacred elements such as Milk, Ghee, Gaumutra, and gobar which hold… pic.twitter.com/NmEyKuBgyx
— Amita Sachdeva, Advocate (@SachdevaAmita) January 19, 2025
(શ્રીમતી બબીતા વર્મા (@BabitaDidi)
તમારી તાજેતરની ફેસબુક પોસ્ટમાં અત્યંત અપમાનજનક સામગ્રી છે જે હિન્દુ ધર્મની માન્યતાઓ અને પ્રથાઓ પ્રત્યે અપમાનજનક રીતે મજાક ઉડાવે છે અને અપમાન કરે છે. આ પોસ્ટ દૂધ, ઘી, ગૌમૂત્ર અને ગોબર જેવા પવિત્ર તત્વોની મજાક ઉડાવે છે જે હિન્દુઓ માટે ખૂબ જ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે.
1. શિવલિંગ પર દૂધ ચઢાવવાથી શુદ્ધતા અને ભક્તિનું પ્રતિનિધિત્વ થાય છે, જે ભગવાન શિવને શરણાગતિ અને તેમના આશીર્વાદ મેળવવાનું પ્રતીક છે.
2. ઘીના દીવા પ્રગટાવવાથી અજ્ઞાન (અંધકાર) દૂર થાય છે અને આધ્યાત્મિક ઊર્જા વધે છે, જેનાથી શુદ્ધ અને શુભ વાતાવરણ બને છે.
3. ગૌમૂત્ર તેના શુદ્ધિકરણ ગુણધર્મો માટે આદરણીય છે અને તેનો ઉપયોગ નકારાત્મક ઊર્જાઓને શુદ્ધ કરવા અને તેનાથી રક્ષણ કરવા માટે પવિત્ર ધાર્મિક વિધિઓમાં થાય છે.
4. સનાતન ધર્મમાં ગોબર (ગાયનું છાણ) પવિત્ર માનવામાં આવે છે, ગોબર શુદ્ધતા અને ટકાઉપણાનું પ્રતીક છે. તેનો ઉપયોગ યજ્ઞો (પવિત્ર અગ્નિ વિધિઓ) માટે છાણના થપ્પા બનાવવા માટે થાય છે, જે હવાને શુદ્ધ કરે છે અને સકારાત્મકતા ફેલાવે છે. ગોબરનો ઉપયોગ પરંપરાગત બાંધકામમાં અને કુદરતી જંતુનાશક તરીકે પણ થાય છે, જે પ્રકૃતિ સાથે સુમેળભર્યા સંબંધ પર ભાર મૂકે છે.
આવી પ્રથાઓ સનાતન ધર્મના કેન્દ્રબિંદુ છે અને તેમની મજાક ઉડાવવી એ ખૂબ જ અપમાનજનક છે, જે મારા સહિત હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે.
તમને 24 કલાકની અંદર પોસ્ટ કાઢી નાખવા અને જાહેર માફી માંગવા વિનંતી કરવામાં આવે છે. આમ કરવામાં નિષ્ફળતાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ તમારી સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવા સિવાય કોઈ વિકલ્પ બચશે નહીં.
@ArvindKejriwal જી & @AtishiAAP જી, આ બાબત દંભી અને શરમજનક છે કે એક તરફ તમારો પક્ષ મંદિરોના પૂજારીઓ અને ગુરુદ્વારાના ગ્રંથીઓને ₹18,000 ચૂકવવા જેવી યોજનાઓ રજૂ કરીને વોટ-બેંક રાજકારણ રમે છે, જ્યારે બીજી તરફ @BabitaDidi જેવા પક્ષના કાર્યકર સનાતન ધર્મ અને તેની સંસ્કૃતિને લક્ષ્ય બનાવતી આવી અપમાનજનક અને અપમાનજનક સામગ્રી પોસ્ટ કરે છે.
કૃપા કરીને @BabitaDidiને તેમની પોસ્ટ કાઢી નાખવા અને વધુ કાનૂની પરિણામો ટાળવા માટે જાહેર માફી માંગવાનો નિર્દેશ આપીને તાત્કાલિક પગલાં લો. આવા વર્તનને સહન કરી શકાતું નથી.)
બબીતા વર્માએ જોકે હજુ સુધી કોઈ પ્રતિભાવ આપ્યો નથી અને હજુ નોટિસના 24 કલાક પૂરા થયા નથી ત્યારે એડવોકેટ સચદેવા આગળ શું પગલાં લે છે એ જોવાનું રહ્યું.
આ પણ વાંચોઃ સખત મહેનત કરનાર કોઈપણ સપનાં સાકાર કરી શકે છેઃ ગૌતમ અદાણી
મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>
>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD