UCC નિયમાવલીને ધામી કેબિનેટે મંજૂરી આપી, 26 જાન્યુઆરીથી ઉત્તરાખંડમાં લાગૂ થાય તેવી શક્યતા
દેહરાદૂન, 20 જાન્યુઆરી 2025: ઉત્તરાખંડ સરકારે યૂસીસી લાગૂ કરવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. જે અંતર્ગત હાલમાં જ યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવા માટે તૈયાર કરવામાં આવેલી નિયમાવલીમાં આંશિક સંશોધન કર્યા બાદ સોમવારે થયેલી મંત્રીમંડળની બેઠકમાં તેના પર મહોર લગાવી દીધી છે. ત્યારે આવા સમયે હવે ઉત્તરાખંડ રાજ્યમાં યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવાનો મોર્ગ મોકળો થઈ ગયો છે. તેથી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પર ઉત્તરાખંડ રાજ્યમાં યૂસીસી લાગૂ થઈ શકે છે.
કેબિનેટ બેઠકમાં યૂસીસી નિયમાવલીમાં સંશોધનને મંજૂરી
હકીકતમાં જોઈએ તો, નિયમાવલીમાં આંશિક સંશોધન કરવા માટે શાસન સ્તરમાં બનાવેલી સમિતિએ નિયમાવલીને પરીક્ષણ કરવા માટે વિધિ વિભાગને મોકલી હતી. ત્યારે આવા સમયે વિધાઈ વિભાગે પરીક્ષણ બાદ 20 જાન્યુઆરી એટલે કે આજે મુખ્ય મંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક થઈ અને યૂસીસી નિયમાવલીને મંજૂરી આપી દીધી. હાલના સમયમાં નગર નિગમની ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા લાગૂ છે. તેના કારણે ઉત્તરાખંડ શાસને રાજ્ય ચૂંટણી પંચને પત્ર મોકલી મંત્રીમંડળની બેઠક કરવાની મંજૂરી માગી હતી.
26 જાન્યુઆરીથી ઉત્તરાખંડમાં લાગૂ થઈ શકે છે યૂસીસી
રાજ્ય ચૂંટણી પંચ પાસેથી મંજૂરી મળ્યા બાદ ધામી મંત્રીમંડળની બેઠક, સોમવારે સચિવાલયમાં શરુ થઈ હતી. મંત્રીમંડળ તરફથી આ બેઠકમાં મહત્ત્વના બિંદુ યુનિફોર્મ સિવિલ કોડ નિયમાવલીને મંજૂરી આપી હતી. અડધા કલાક સુધી ચાલેલી આ બેઠક દરમ્યાન મંત્રી મંડળે યૂનિફોર્મ સિવિલ કોડની નિયમાવલીને મંજૂરી આપી હતી. ત્યારે હવે સંભાવના એવી છે કે ઉત્તરાખંડમાં 26 જાન્યુઆરીના રોજ યૂનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરી દેશે.
આ પણ વાંચો: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી, ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર લગાવી રોક