માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી, ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર લગાવી રોક


નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2025: માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર આગામી આદેશ સુધી વચગાળાની રોક લગાવી દીધી છે.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મેહતાની પીઠે કેસને રદ કરવાની માગવાળી ગાંધીની અરજી પર ઝારખંડ સરકાર અને ફરિયાદકર્તા પાસેથી જવાબ માગ્યો છે.
Supreme Court stays proceedings before the trial court against Lok Sabha LoP and Congress leader Rahul Gandhi in a defamation case filed against him over alleged derogatory remarks against BJP leader and Union Minister Amit Shah during the 2019 Lok Sabha campaign. pic.twitter.com/q3m1JsBcdw
— ANI (@ANI) January 20, 2025
તો વળી માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે ઝારખંડ સરકાર અને ફરિયાદકર્તા ભાજપ કાર્યકર્તા નવીન ઝાને નોટિસ મોકલી છે. અરજીમાં ઝારખંડ હાઈકોર્ટે 22 ફેબ્રુઆરી 2024ના ચુકાદાને પડકાર આપ્યો હતો. હાઈકોર્ટે માનહાનિ કેસને રદ કરવાની ના પાડી દીધી હતી. હકીકતમાં જોઈએ તો, ભાજપ કાર્યકર્તા નવીન ઝાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી.
2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધી પર ગૃહમંત્રી અમિત શાહને હત્યારા કહેવાનો આરોપ છે.
આ પણ વાંચો: ભારતના આ રાજ્યમાં 7000 વિદ્યાર્થીઓએ એજ્યુકેશન લોન લઈ ભરી શક્યા નહીં, બેન્કે ડિફોલ્ટર જાહેર કર્યા