બિહારમાં બેન્ક લૂંટવાનો પ્લાન નિષ્ફળ ગયો, બેન્કની બાજુમાં 5 ફુટ ઊંડો ખાડો ખોદ્યો
દરભંગા, 20 જાન્યુઆરી 2025: ઠંડીની સીઝનમાં ગાઢ ધુમ્મસની વચ્ચે તાજેતરમાં બિહારના દરભંગામાં ચોરીની ઘટનાઓ સતત વધતી જાય છે. ચોર ટોળકી એટલી એક્ટિવ થઈ ગઈ છે કે હવે સીધા બેન્કને ટાર્ગેટ કરવા લાગ્યા છે. તાજેતરનો કિસ્સામાં ચોર બેન્કમાં ચોરીની ઘટનાને અંજામ આપી શક્યા નહોતા, પણ તેમનો પ્લાન તૈયાર હતો.
હકીકતમાં જોઈએ તો, આખો કિસ્સો દરભંગાના પતોર વિસ્તારમાં આનંદપુર સહોરા વિસ્તારનો છે. જ્યાં વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેન્કમાં ચોરીના ઈરાદા સાથે ચોરોએ ધાડ પ્રયાસનો પ્રયાસ કર્યો હતો. ચોરોએ બેન્કની દીવાલની બાજુમાં લગભગ પાચ ફુટનો ઊંડો ખાડો કર્યો હતો પણ અંદર ઘુસી શક્યા નહોતા. ચોર પોતાના મિશનમાં સફળ થાય તે પહેલા પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની જીપ આવી, જેને જોઈને ચોર ત્યાંથી ભાગી ગયા. જો કે જીપમાં બેઠેલી પોલીસને આ ઘટનાની જરાં પણ જાણ રાતના સમયે થઈ નહોતી, પણ તેમને આવતા જોઈ ચોર ભાગી ગયા હતા.
જ્યારે સવાર થઈ તો લોકોએ બેન્કની દીવાલ નજીક જમીનમાં ઊંડો ખાડો જોયો તો ચોંકી ગયા. તેમણે તાત્કાલિક તેની જાણ સ્થાનિક પોલીસને આપી. ઘટનાસ્થળ પર પહોંચીને પોલીસે આ મામલે તપાસ શરુ કરી. ત્યારે એક સીસીટીવી ફુટેજમાં ચોરની કરતૂત દેખાઈ. બાદમાં બેન્ક તરફથી પોલીસને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી.
આ પણ વાંચો: મહાકુંભ મેળામાં રાષ્ટ્રપતિ, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જશે, સીએમ યોગીએ ગાઈડલાઈન જાહેર કરી