ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

મહાકુંભ મેળામાં રાષ્ટ્રપતિ, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જશે, સીએમ યોગીએ ગાઈડલાઈન જાહેર કરી

Text To Speech

પ્રયાગરાજ 20 જાન્યુઆરી 2025: ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મહાકુંભ મેળાની આગળની તૈયારીને લઈને ખાસ દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. સીએમે કહ્યું કે, આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક ગણમાન્ય પ્રયાગરાજ આવી શકે છે અને તેની સાથે જ 22 જાન્યુઆરી પ્રદેશ મંત્રીમંડળની બેઠક પણ અહીં યોજાશે. આ સંબંધમાં તમામ જરુરી તૈયારીઓ સમયસર થઈ જવી જોઈએ.

સીએમ યોગીએ આગામી ગણતંત્ર દિવસ, મૌની અમાવસ્યા અને વસંત પંચમીના અવસર પર મહાકુંભ મેળા ક્ષેત્રમાં ભીડ મેનેજ અને સંચાર તંત્રને વધારે સારી કરવાની વાત કહી છે. તેમણે કહ્યું કે, મૌની અમાવસ્યા અને વસંત પંચમીના અવસર પર અમૃત સ્નાન દરમ્યાન પુરતી સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ. ભીડ મેનેજની દ્રષ્ટિથી આ ખાસ દિવસો પર પાંટૂન પુલ પર અવરજવર વન વે રાખવામાં આવે. પ્રયાગરાજ પહોંચેલા સીએમ યોગીએ રવિવારે મહાકુંભ વિસ્તારમાં ભ્રમણ કર્યું. ત્યાર બાદ અધિકારીઓ સાથે બેઠકમાં જરુરી દિશા નિર્દેશ જાહેર કર્યા.

સીએમ યોગીએ આપ્યા દિશા નિર્દેશ

  • રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી સહિત અનેક ગણમાન્ય લોકોનું પ્રયાગરાજ આગામન પ્રસ્તાવિત છે, તેના માટે પુરતી તૈયારી રાખો.
  • મૌની અમાવસ્યા અને વસંત પંચમી પર મેળાક્ષેત્રમાં વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવે, પાંટૂન પુલ પર વન વે વ્યવસ્થા રાખો.
  • ગણતંત્ર દિવસ, મૌની અમાવસ્યા અને વસંત પંચમી પર ભીડ મેનેજ કરવા માટે પ્લાન બનાવો, કોલ ડ્રોપ કોઈ પણ સ્થિતિમાં ન થાય તેનું ધ્યાન રાખો.
  • 25 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી મહાકુંભમાં ખાસ કાર્યયોજના લાગૂ થશે.
  • રેલવે અધિકારીઓને નિર્દેશ, સ્નાન પર્વો પર આખો દિવસ સ્પેશિયલ ટ્રેન ચલાવે. ખાતરી કરે કે પ્લેટફોર્મ ન બદલા ઈજાય.
  • મૌની અમાવસ્યા પર 8થી 10 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે. તેના આધારે પ્લાન તૈયાર કરવામાં આવે. વીજળી, પાણી, ઘાટ, ટ્રાફિક, સફાઈ, શૌચાલય, બસ, ટ્રેન દરેક જગ્યાએ સંવેદનશીલતા ચકાસવી.
  • સવારથી જ શટલ બસ ચલાવવામાં આવે, સંખ્યા વધવાની સંભાવના છે. તેના પર ધ્યાન આપવામાં આવે. ઘાટની સુરક્ષા પર ધ્યાન આપવું.
  • 22 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં મંત્રીમંડળની બેઠક યોજાશે. તેના માટે અધિકારીઓને પુરી તૈયારી રાખવી

આ પણ વાંચો: કસ્ટડીમાંથી કેદી ભાગી જતાં મહિલા કોન્સ્ટેબલે બાબા બાગેશ્વર પાસે અરજી લગાવી

Back to top button