ટ્રેન્ડિંગનેશનલ

કસ્ટડીમાંથી કેદી ભાગી જતાં મહિલા કોન્સ્ટેબલે બાબા બાગેશ્વર પાસે અરજી લગાવી

Text To Speech

કટની, 20 જાન્યુઆરી 2025: બાબા બાગેશ્વર ધામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારમાં એક મહિલા કોન્સ્ટેબલ બાબા બાગેશ્વર સામે હાથ જોડીને એક ફરાર મહિલા કેદી દિલ્લગી વિશે પૂછતી દેખાઈ રહી છે. આ વીડિયો 8 જાન્યુઆરીના રોજ મધ્ય પ્રદેશના કટની જિલ્લામાં લાગેલા બાબા બાગેશ્વર દરબારનો હોવાનું કહેવાય છે.

બાગેશ્વર ધામમાં આસ્થા ધરાવતા ભક્ત અને અનુયાયીઓ પોતાની સમસ્યાઓના સમાધાન માટે હંમેશા ધામમાં અરજી લગાવે છે અને બાબા બાગેશ્વર તેમની સમસ્યાઓ સાંભળી ઉપાય બતાવે છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કેટલાય લોકોની તકલીફો દૂર કરી છે. તેના કારણે લોકોમાં તેમની આસ્થા અને વિશ્વાસ વધતો જાય છે.

આવો જ એક કિસ્સો તાજેતરમાં બાગેશ્વર ધામ દરબાર કટનીમાં જોવા મળ્યો હતો. અહીં મોટી સંખ્યામાં લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીને સાંભળવા અને પોતાની અરજી લઈને આવ્યા હતા. દરબાર બાદ બાગેશ્વર લોકોને મળી રહ્યા હતા. આ દરમ્યાન મધ્ય પ્રદેશ પોલીસની એક મહિલા કોન્સ્ટેબલ વરદીમાં બાબા સામે હાથ જોડીને કસ્ટડીમાં ફરાર મહિલા આરોપીને શોધવાની પોતાની અરજી લગાવતી જોવા મળે છે. મહિલા કોન્સ્ટેબલ કહે છે કે મહારાજ દિલ્લગી ભાગી ગઈ છે. મહિલા કોન્સ્ટેબલની અરજી સાંભળી પહેલા તો બાબા બાગેશ્વર પણ જોર જોરથી હસવા લાગ્યા.

ત્યાર બાદ ત્યાં હાજર એક અન્ય મહિલા ઈંસ્પેક્ટરે જણાવ્યું કે, ગાંજા તસ્કરીના મામલામાં પકડાયેલી દિલ્લગી પારઘી નામની એક મહિલા આરોપી જિલ્લા હોસ્પિટલમાંથી ભાગી ગઈ છે.

કહેવાય છે કે, મધ્ય પ્રદેશ પોલીસ દિલ્લગીને તેના બાળકની સારવાર માટે પોલીસ કસ્ટડીમાંથી જેલની હોસ્પિટલમાં લાવ્યા હતા. આ દરમ્યાન તે પોલીસને ખો આપીને ભાગી ગઈ હતી. મહિલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપીને શોધવા માટે પોલીસે 10 હજારનું ઈનામ પણ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: આરજી કર રેપ-મર્ડર કેસમાં આરોપી સંજય રોયને સજા સંભળાવાશે

Back to top button