પાકિસ્તાનમાં રહી ભારતના વખાણ કરતા બે યૂટ્યૂબરને પાક આર્મીએ ફાંસી આપી? જાણો શું છે સચ્ચાઈ
ઈસ્લામાબાદ, 20 જાન્યુઆરી 2025: પાકિસ્તાનના ફેમસ યૂટ્યૂબર શોએબ ચૌધરી અને સના અમઝદ બે અઠવાડીયાથી ગુમ હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા છે. આ બંને યૂટ્યૂબર ભારતના વખાણ કરતા વીડિયો બનાવતા હતા અને તેમની ચેનલ પર લાખોની સંખ્યામાં વ્યૂઝ મળતા હતા. હાલમાં જ લાહોરમાં પાકિસ્તાની યૂટ્યૂબરો વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી, જે બાદ તેઓ ગુમ છે.
શોએબ ચૌધરી અને સના અમઝદ પોતાની ચેનલ્સ પર ભારતના વખાણ કરતા હતા અને તેની સાથે જોડાયેલ સમાચાર પર વીડિયો બનાવતા હતા. સના અમઝદે ચેનલ પરથી મોદી સાડા શેર હૈ, શીર્ષકવાળો વીડિયો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાશ્મીર યાત્રાનો ઉલ્લેખ હતો, તે હટાવી દીધો હતો. આ વીડિયો હટાવ્યા બાદ અટકળઓ વહેતી થઈ હતી અને કેટલાય લોકો સોશિયલ મીડિયા પર દાવો કરી રહ્યા હતા કે તેમને પાકિસ્તાની સેનાએ ફાંસી આપી દીધી છે.
આરજૂ કાઝમીનું નિવેદન
પાકિસ્તાની પત્રકાર આરજૂ કાઝમીએ આ દાવાને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની સરકારે યૂટ્યબર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે, પણ ફાંસીના સમાચાર ખોટા છે.તેમણે ખુદ ઈસ્લામાબાદમાં રહેવાના કારણે FIAના લાહોર કાર્યાલયમાં હાજર રહી શકી નહોતી. તેમણે એવું પણ કહ્યું કે, સરકાર તેમને રો અથવા ISIના એજન્ટ ગણાવી દે છે, પણ તે સત્ય બોલવાથી ચુકશે નહીં.
યૂટ્યૂબર્સની સલામતીની અપીલ
દુનિયાભરના લોકો શોએબ ચૌધરી અને સના અમઝદની સલામતી માટે અપીલ કરી રહ્યા છે. કેટલાય વિશ્લેષકોનું માનવું છે કે આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય અન્ય યૂટ્યબરને સતર્ક કરવાનો છે, જેથી તેઓ દેશની જમીની હકીકતો પર ટિપ્પણી ન કરે. તો વળી અમુક લોકોનું કહેવું છે કે આ યૂટ્યૂબરોએ ભારતના વીડિયો બનાવીને વધારે પૈસા કમાવવા માટે વખાણ કરતા વીડિયો બનાવ્યા હતા.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ પહેલાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ કરી મુલાકાત