ગૌતમ ગંભીર – રોહિત શર્મામાં મતભેદ, વાઇસ કેપ્ટનને લઈ વાત વણસી
મુંબઈ, તા. 19 જાન્યુઆરી, 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી. સંજુ સેમસનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી, જ્યારે શુભમન ગિલને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ, કોચ ગૌતમ ગંભીર શુભમન ગિલને વાઇસ-કેપ્ટન બનાવવાના પક્ષમાં નહોતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગંભીર ઇચ્છતા હતા કે હાર્દિકને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવે પરંતુ કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર હાર્દિકના પક્ષમાં નહોતા. રોહિત અને અજિત અગરકર ગિલને વાઇસ-કેપ્ટન તરીકે જોવા માંગતા હતા.
ટીમ ઈન્ડિયાની જાહેરાત 18 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. અગાઉ ટીમની જાહેરાત બપોરે 12:30 વાગ્યા સુધીમાં થવાની હતી પરંતુ નિર્ધારિત સમયમાં ટીમની જાહેરાત થઈ શકી ન હતી. ત્રણ કલાક પછી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, કોચ ગંભીર, કેપ્ટન રોહિત અને પસંદગીકાર અજિત અગરકર હાર્દિક પંડ્યા અને સંજુ સેમસનને ટીમમાં પસંદ કરવા વિશે વાત કરી રહ્યા હતા. હાર્દિક 2023ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો વાઇસ-કેપ્ટન હતો. ટીમમાં ચાર ગુજરાતીને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાંથી ત્રણ ઓલરાઉન્ડર છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટમેન), ઋષભ પંત (વિકેટમેન), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર
આ પણ વાંચોઃ ખ્યાતિ કેસઃ કોર્ટે કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા