ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ACB ના ઇન્ચાર્જ ડાયરેક્ટર શમશેરસિંઘની BSF માં ADGP તરીકે નિયુક્તિ

Text To Speech

ગાંધીનગર, 19 જાન્યુઆરી : કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આજે એક વિશેષ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના ACB ઇન્ચાર્જ ડાયરેક્ટર IPS શમશેરસિંઘની BSF માં ADGP તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. શમશેરસિંઘ વર્ષ 1991ની બેચના IPS અધિકારી છે. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં જ તેમને ACB નો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

માર્ચ 2026 અથવા અન્ય ઓર્ડર ન મળે ત્યાં સુધી પદ ઉપર યથાવત

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર અનુસાર IPS શમશેર સિંઘ આગામી તા.31 માર્ચ 2026 સુધી અથવા તો જ્યાં સુધી અન્ય કોઈ ઓર્ડર ન મળે ત્યાં સુધી BSF ના ADGP પદ ઉપર યથાવત રહેશે. તેઓને તાત્કાલિક અસરથી તેમની હયાત પોસ્ટ ઉપરથી નવી જગ્યા ઉપર પોસ્ટીંગ માટે રાહત આપવામાં આવી છે.

Back to top button