ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

નાઈજીરિયામાં ભીષણ દુર્ઘટના: ગેસોલીન ટેન્કરમાં વિસ્ફોટ થતાં 70 લોકોના મૃત્યુ

Text To Speech

નાઈઝર પ્રાંત, 19 જાન્યુઆરી 2025: નાઈજીરિયાના નોર્થ સેન્ટર ભાગમાં એક ગેસોલીન ટેન્કરમાં વિસ્ફોટ થવાથી કમસે કમ 70 લોકોના મૃત્યુ થઈ ગયા છે. દેશની ઈમરજન્સી રિસ્પોન્સ એજન્સીના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ શનિવારે નાઈઝર પ્રાંતના સુલેઝા વિસ્તાર પાસે થયો, જ્યાં અમુક લોકો જનરેટરનો ઉપયોગ કરી એક ટેન્કરમાંથી બીજા ટ્રકમાં ગેસોલીન ટ્રાંસફર કરવાની કોશિશ કરી રહ્યા હતા.

નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના હુસૈની ઈસાએ જણાવ્યું કે, ફ્યૂલ ટ્રાંસફર કરવાના કારણે વિસ્ફોટ થયો, જે બાદ ગેસોલીન ટ્રાંસફર કરનારા અને આજુબાજુ ઊભેલા લોકોના મોત થઈ ગયા. ઈસાએ કહ્યું કે, બચાવ અભિયાન ચાલી રહ્યું છે.

ગેસોલીન ટેન્કરમાં વિસ્ફોટ

નાઈઝરના ગવર્નર મોહમ્મદ બાગોએ એક નિવેદનમાં કહ્યું કે, રાજ્યના ડિક્કો વિસ્તારમાં કેટલાય રહેવાસી ગેસોલીન ટેન્કરથી ઈંધણ કાઢવાની કોશિશ કરતી વખતે ભીષણ આગમાં ફસાઈ ગયા. બાગોએ કહ્યું કે, કેટલાય લોકો બળીને મરી ગયા. તેમણે જણાવ્યું કે, જે લોકો ટેન્કરની એટલી નજીક હતા, તેઓ ઘાયલ હોવા છતાં બચી ગયા. તેમણે આ ઘટનાને ચિંતાજનક અને હ્દય વિદારક અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી.

70 લોકોના મૃત્યુ

સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર, સ્થાનિક સમાચાર પત્ર દ નેશને સ્થાનિક સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે આ ઘટનામાં કમસે કમ 70 લોકોના મૃત્યુ થઈ ગયા છે. નાઈઝરની રાજ્ય સરકારે સ્થાનિક માનવીય એજન્સીઓને પડકારનો સામનો કરવા અને ક્ષેત્રમાં સામાન્ય સ્થિતિ સ્થાપવા માટે આહ્વાન કર્યું છે. નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ થવાની વાત કોઈ સામાન્ય નથી, જેના કારણે હંમેશા જાનહાનિ થતી આવે છે અને રાષ્ટ્રવ્યાપી શોક હોય છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીનું ભાષણ સાંભળી બિહારના શખ્સના હાથમાંથી દૂધની ડોલ ઢોળાઈ ગઈ, કોર્ટમાં કેસ દાખલ કરી દીધો

Back to top button