ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કરનારો મુખ્ય આરોપી થાણેમાંથી ઝડપાયો, પોલીસ સામે ગુનો કબૂલ્યો

Text To Speech

મુંબઈ, 19 જાન્યુઆરી 2025: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ આલિયાન ઉર્ફ વિજય દાસને થાણેમાંથી દબોચી લીધો છે. આરોપી પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. જેને પોલીસે થાણેના હીરાનંદાની અસ્ટેટની ન જીક બનેલા લેબર કેમ્પ પાસેથી જાડીઓમાંથી પકડી પાડ્યો છે. જાણકારી અનુસાર, મોહમ્મદ આલિયાન જ એ શખ્સ છે, જેણે 16 જાન્યુઆરીની રાતે ઘરમાં ઘુસીને સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કર્યો હતો.

બારમાં કરતો હતો હાઉસકીપિંગનું કામ

આરોપીની ઓળખાણ મોહમ્મદ આલિયાન ઉર્ફ બીજે તરીકે થઈ છે. પકડાઈ ગયા બાદ તેણે પોલીસ સામે સ્વીકાર કર્યો છે કે તેણે જ સૈફ અને કરીનાના ઘરમાં ઘુસીને હુમલો કર્યો હતો. મુંબઈ પોલીસની ટીમે તેને થાણે લેબર કેમ્પ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી થાણે Ricky’s બારમાં હાઉસકીપિંગ વર્કર તરીકે કામ કરતો હતો.

બચવા માટે નકલી નામ જણાવ્યું

વિલે પાર્લે પોલીસ સ્ટેશનના અધિકારીઓને તેને પકડવામાં સફળતા મળી છે. પોલીસ તરફથી આપવામાં આવેલી સત્તાવાર જાણકારી અનુસાર, થાણેમાં પકડાયેલો આરોપી એ જ વ્યક્તિ છે, જે સૈફ અલી ખાન પર થયેલા હુમલાનો વોન્ટેડ હતો. હવે તેને બાંદ્રા લઈ જઈ પૂછપરછ કરવામાં આવશે.

હુમલાખોરે પકડાઈ જવાના ડથી પોતાનુ ખોટુ નામ વિજય દાસ જણાવ્યું હતું. હુમલાખોરની ધરપકડ પહેલા સૈફ અલી ખાનના ઘરની સીડીઓથી ઉતરતા સીસીટીવી ફુટેજમાં કેદ થતાં તેના પોસ્ટર મુંબઈ અને આજુબાજુના વિસ્તારમાં લગાવી દીધા હતા.

Back to top button