ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Video: કેજરીવાલ પર ઈંટથી હુમલો, જાણો કોના પર લગાવ્યો આરોપ

નવી દિલ્હી, તા. 18 જાન્યુઆરી, 2025: દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આજે ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલ પર હુમલો થયો છે. વીડિયોમાં અરવિંદ કેજરીવાલની કાર પર પથ્થર પડતો જોવા મળી રહ્યો છે. આ હુમલો થયો ત્યારે અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં ઘરે ઘરે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.

આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો

જ્યારે આ હુમલા અંગે આમ આદમી પાર્ટીએ ભાજપના નેતા પ્રવેશ વર્મા પર આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રવેશ વર્માના કાર્યકરો અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. સ્થાનિક લોકોએ ભાજપના કાર્યકરોને ભગાડયા હતા આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે.

દિલ્હીના લોકો ભાજપને આનો જવાબ આપશે : આપ

અરવિંદ કેજરીવાલ પર હુમલા બાદ આપે ટ્વિટ કરીને લખ્યું છે કે, ભાજપે ડરીને ગુંડાઓ દ્વારા અરવિંદ કેજરીવાલ પર આ હુમલો કરાવ્યો છે. ભાજપ ઉમેદવાર પ્રવેશ વર્માના ગુંડાઓએ પ્રચાર કરતી વખતે અરવિંદ કેજરીવાલ પર પથ્થર અને ઈંટથી હુમલો કરાવીને તેમને ઇજા પહોંચડવાનો પ્રયાસ કર્યો જેના લીધે તે પ્રચાર ના કરી શકે. ભાજપ વાળા તમારા આ કાયરતા પૂર્વકના હુમલાથી કેજરીવાલ ડરશે નહીં, દિલ્હીના લોકો તમને આનો જવાબ આપશે.

પ્રવેશ વર્માએ કહ્યું ઘટના ખૂબ શરમજનક

અરવિંદ કેજરીવાલ પર થયેલા હુમલા અંગે ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલની ગાડી ભાજપ કાર્યકર્તાને કચડતા કચડતા આગળ વધી રહી હતી. જેમાં કાર્યકર્તાના પગમાં ઇજા પહોંચી છે. તેનો પગ તૂટયો છે. હું તેમની તબીયત પૂછવા માટે હોસ્પિટલ જઇ રહ્યો છે. આ ઘટના ખૂબ શરમજનક છે.


આ પણ વાંચોઃ અમિત ચાવડાનું ટ્વિટ: ભાજપ સરકાર અમરેલીની દીકરીની જેમ કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે? 

Back to top button