ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

Champions Trophy માં 4 ગુજરાતીને સ્થાન, આ 5 ખેલાડીનુ રોળાયું સપનું

મુંબઈ, તા. 18 જાન્યુઆરી, 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે આજે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. કેપ્ટન રોહિત શર્મા અને પસંદગીકર્તા અજીત અગરકરે ટીમની જાહેરાત પહેલાં બે કલાક સુધી બેઠક કરી હતી. ટીમમાં ચાર ગુજરાતીને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાંથી ત્રણ ઓલરાઉન્ડર છે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટમેન), ઋષભ પંત (વિકેટમેન), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમવાનું ઘણા ખેલાડીઓનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. જો આપણે પાંચ મોટા ખેલાડીઓ વિશે વાત કરીએ જેમને આગામી ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં તક મળી નથી, તો તેમના નામ નીચે મુજબ છે.

  • સંજુ સેમસનઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર ખેલાડી સંજુ સેમસનને ફરી એકવાર નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે. 30 વર્ષીય ખેલાડીને 2023ના વર્લ્ડ કપ અને 2024ના ટી20 વર્લ્ડ કપમાંથી બહાર રહ્યો હતો, તેને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તક મળી નથી, જે ખૂબ જ આશ્ચર્યજનક છે.
  • સૂર્યકુમાર યાદવઃ 2024ના T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે સારું પ્રદર્શન કરનાર વર્તમાન T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને પણ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે તક મળી નથી. જોકે, આ આશ્ચર્યજનક નથી. ચેમ્પિયન્સ ટ્રોફી વનડે ફોર્મેટમાં રમાશે. જ્યાં તેનું પ્રદર્શન કંઈ ખાસ નથી.
  • મોહમ્મદ સિરાજઃ ટીમ ઈન્ડિયાના આ બોલર મોહમ્મદ સિરાજને પણ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં તક મળી નથી. તાજેતરમાં પૂર્ણ થયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં તે ઘણો સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.
  • નીતિશ કુમાર રેડ્ડીઃ ટીમ ઈન્ડિયાના ઉભરતા યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને પણ આગામી ટુર્નામેન્ટ માટે અવગણવામાં આવ્યા છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં તેમના શાનદાર પ્રદર્શન બાદ, એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે તેમને 15 સભ્યોની ટીમમાં તક મળી શકે છે. પણ અહીં તેને નિરાશા મળી હતી.
  • વરુણ ચક્રવર્તીઃ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારી બોલિંગ કરી રહેલા વરુણ ચક્રવર્તીને પણ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે અવગણવામાં આવ્યો છે. તેમના સ્થાને ટીમે મુખ્ય સ્પિનર તરીકે કુલદીપ યાદવ પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Video: ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન

Back to top button