ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આ કોની પાણીની ટાંકી ઉપાડી લાવ્યા! પાકિસ્તાને સ્વદેશી સેટેલાઈટ લોન્ચ કર્યું તો લોકોએ મજાક ઉડાવી

Text To Speech

Pakistan launches first EO-1 satellite: પાકિસ્તાને શુક્રવારે ચીનના જિઉક્વાન લોન્ચ સેન્ટરથી પોતાનું પ્રથમ સ્થાનિકરીતે નિર્મિત ઈલેક્ટ્રો ઓપ્ટિકલ સેટેલાઈટ લોન્ચ કર્યું છે. પ્રધાનમંત્રી શહબાઝ શરીફે તેને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જો કે જેવી તેમણે પોસ્ટ કરી તો લોકોએ ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. ખાસ કરીને આ સેટેલાઈટની ડિઝાઈનના કારણે પાકિસ્તાનને નીચે જોવા જેવું થયું છે. લોકોએ તેની તુલના પાણીની ટાંકી સાથે કરી દીધી.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સેટેલાઈટની એક તસવીર પોસ્ટ કરીને આ ઉપલબ્ધિના વખાણ કર્યા. શરીફે પોસ્ટમાં લખ્યું કે, ઊંચી ઉડાન ભરતા. દેશ માટે ગર્વની ક્ષણ, જ્યારે પાકિસ્તાને ચીનના જિઉક્વાન સેટેલાઈટ લોન્ટ સેન્ટર પરથી પોતાનું પ્રથમ સ્વદેશી ઈલેક્ટ્રો ઓપ્ટિકલ સેટેલાઈટને શાનથી લોન્ચ કર્યું.

જો કે શહબાઝ શરીફે જેવી આ પોસ્ટ કરી કે નેટિઝન્સે પણ મોર્ચો સંભાળી લીધો અને મજાક ઉડાવવાનું શરુ કરી દીધું. પોસ્ટના જવાબમાં પાણીની ટાંકીની તસવીર શેર કરીને સેટેલાઈટને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું.

એક યુઝરે સેટેલાઈટની તસવીર સાથે પૂરવાળા વિસ્તારનો છેડછાડ કરેલો વીડિયો શેર કર્યો છે અને શહબાઝ શરીફને ટેગ કરતા લખ્યું છે કે, હેલો ભાઈ મોટર બંધ કરો, હવે પાણી ભરાઈ ગયું, પાડોશી સુધી પહોંચી ગયું.

એક અન્ય યુઝરે પોતાની પોસ્ટમાં સફેદ પાણીની ટાંકીની તસવીર શેર કરતા મજાક ઉડાવી છે અને કહ્યું કે, સેમ ટૂ સેમ. એક અન્યએ ફ્લોર ક્લીનિંગ સોલ્યૂશનની બોટલની તસવીર સાથે જવાબ આપ્યો અને તેને સેટેલાઈટ જેવી દર્શાવી. તો વળી એક ભાઈએ લખ્યું કે, હવે કોની પાણીની ટાંકી ચોરી લાવ્યા છો!

આ પણ વાંચો: પૂર્વ CM કેજરીવાલ ઉપર બનેલી ડોક્યુમેન્ટરી સ્ક્રીનિંગની મંજૂરી ન આપવાનો દિલ્હી પોલીસ પર AAPનો આરોપ

Back to top button