ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગજબ: હૈદરાબાદની મેટ્રોમાં બોક્સમાં પેક ધબકતા હ્રદયે 13 મિનિટની મુસાફરી કરી

Text To Speech

હૈદરાબાદ, 18 જાન્યુઆરી 2025: લોકોની લાઈફલાઈન કહેવાતી હૈદરાબાદ મેટ્રોએ મોટી સફળતા મેળવી છે. મેટ્રો ન ફક્ત યાત્રીઓને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. પણ સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપે છે. હૈદરાબાદ મેટ્રોએ 13 કિમીનું અંતર ફક્ત 13 મિનિટમાં પુરુ કરી હાર્ટ ટ્રાંસપ્લાન્ટ માટે દિલ પહોંચાડ્યું હતું. તેને લઈને એક વીડિયો પણ સામે આવ્યો છે.

હૈદરાબાદ મેટ્રોએ હાર્ટ ટ્રાંસપ્લાન્ટ માટે ગ્રીન કોરિડોરની સુવિધા આપી છે. આ કોરિડોરે એલબી નગરના કામિનેની હોસ્પિટલથી લઈને લાકડા બ્રિજ વિસ્તારની ગ્લેનીગલ્સ ગ્લોબલ હોસ્પિટલ સુધી ફાસ્ટ ડોનર હાર્ટ પહોંચાડ્યું છે. મેટ્રોએ 13 સ્ટેશનો પરથી પસાર થતાં 13 કિમીનું અંતર 13 મિનિટમાં પુરુ કર્યું, જેનાથી આ જીવન રક્ષક મિશનમાં મહત્વના સમયની બચત થઈ.

મેડિકલ બોક્સમાં રાખીને દિલ પહોંચાડ્યું

આ મામલો 17 જાન્યુઆરી રાતના 9.30 વાગ્યાનો છે. કામિનેની હોસ્પિટલની ટીમે મેડિકલ બોક્સમાં ડોનર હાર્ટ રાખ્યું અને તેને મેટ્રો દ્વારા ગ્લેનીગલ્સ ગ્લોબલ હોસ્પિટલ સુધી પહોંચાડ્યું. જ્યાં હાર્ટ ટ્રાંસપ્લાન્ટ થવાનું છે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મેટ્રોમાં બોક્સ સાથે ડોક્ટર અને કર્મચારીઓ દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો: મોદી સરકારનું શાનદાર કામ: મોબાઈલમાં આ એપ ડાઉનલોડ કરી લો, ક્યારેય છેતરાશો નહીં

Back to top button