EDની મોટી કાર્યવાહી: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે જોડાયેલ કેસમાં 300 કરોડની સંપત્તિ જપ્ત


બેંગલુરુ, 18 જાન્યુઆરી 2025: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મૈસૂર અર્બન ડેવલપમેન્ટ અથોરિટી મામલામાં મોટી કાર્યવાહી કરતા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની અને અન્ય લોકોની સંપત્તિ જપ્ત કરી લીધી છે. ઈડીએ સિદ્ધારમૈયાની પત્ની સહિત અન્ય આરોપીઓની કૂલ 142 સંપત્તિઓ જપ્ત કરી છે. આ સંપત્તિઓની અનુમાનિત કિંમત લગભગ 300 કરોડ રુપિયા છે.
સીએમ સિદ્ધારમૈયા પર ગંભીર આરોપ
ઈડીએ આ કાર્યવાહી લોકાયુક્ત પોલીસ મૈસૂર દ્વારા નોંધાયેલ ભારતીય દંડ સંહિતા, 1860 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 અંતર્ગત નોંધાયેલી ફરિયાદના આધાર પર કરી છે. આ મામલામાં સીએમ સિદ્ધારમૈયા અને અન્ય પર ગંભીર આરોપ લગાવ્યા છે.
આ જપ્તી એમયૂડીએ દ્વારા જમીન વહેંચણીમાં કથિત અનિયમિતતાઓ દ્વારા મની લોન્ડ્રીંગની તપાસમાં ભાગ છે. ઈડીએ એક નિવેદનમાં કહ્યું છે કે, જપ્ત કરવામાં આવેલા સંપત્તિઓ વિવિધ વ્યક્તિના નામ પર રજિસ્ટર્ડ છે. જે રિયલ એસ્ટેટ વેપારી અને એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે.
રાજકીય પ્રભાવનો ઉપયોગ કરવાનો આરોપ
તેમાં કહેવાયું છે કે, આરોપ છે કે સિદ્ધારમૈયાએ એમયૂડીએ દ્વારા અધિગ્રહીત ત્રણ એકર 16 ગુંઠઆ જમીનના બદલામાં પોતાની પત્ની બીએમ પાર્વતીના નામ પર 14 પ્લોટ માટે વળતર મેળવવા માટે તેમણે પોતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કર્યો. તેમાં આરોપ લગાવ્યો છે કે, મૂળ તો આ જમીન એમયૂડીએ દ્વારા 3,24,700 રુપિયામાં અધિગ્રહીત કરી હતી. આ પોશ વિસ્તારમાં 14 પ્લોટ તરીકે આપવામાં આવેલ વળતર 56 કરોડ રુપિયા છે.
આ પણ વાંચો: ભીષણ ઠંડીના કારણે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારંભનું સ્થળ બદલાયું, 40 વર્ષ બાદ આવું થશે