Video: ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન
ગાંધીનગર, તા. 17 જાન્યુઆરી, 2025: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટઅપ માટેના એક નવતર અભિગમ રૂપે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ(ગિફ્ટ-આઈ.એફ.આઈ.) અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન હબ(ગિફ્ટ-આઈ.એફ.આઈ.એચ.)નું ઉદ્ધાટન કર્યું હતું. ગુજરાતમાં સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવાની નેમ સાથે આ ઈનીસ્યેટીવઝ શરૂ થઈ રહ્યા છે તેમ આ તકે મુખ્યપ્રધાને ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, પાછલા એક દશકમાં દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફિન્ટેક ક્રાંતિનો અનુભવ સૌ કોઈએ કર્યો છે. આ ક્રાંતિને પરિણામે દેશમાં ફાઇનાન્સિયલ એક્ટિવિટીઝ મોટાભાગે ડિજિટલાઈઝડ થઈ ગઈ છે. એટલું જ નહીં, અફોર્ડેબલ ડેટા, રોબસ્ટ બેન્કિંગ સર્વિસીસ અને યુનિક ઇનોવેશનથી ભારત ફિન્ટેક સેક્ટરમાં ગ્લોબલ લીડર તરીકે ઉભરી રહ્યું છે.
#WATCH | Gujarat CM Bhupendra Patel inaugurated GIFT International FinTech Institute & International Hub at Gandhinagar today. pic.twitter.com/huNaZ2iO6p
— ANI (@ANI) January 17, 2025
તેમણે જણાવ્યું કે, ગુજરાતનું ગિફ્ટ સિટી, ભારતને ગ્લોબલ ફિન્ટેક હબ બનાવવાના વડાપ્રધાનના વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે. દેશનું એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર અને બુલિયન એક્સચેન્જ અહીં કાર્યરત છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં શરૂ થઈ રહેલું ફિનટેક ઇનોવેશન હબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના IT એટલે કે ઇન્ડિયા ટુમોરોના વિઝનને સાકાર કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ વિઝનને સાકાર કરવા સાથે જ આ ફિન્ટેક ઇનોવેશન હબ હજારો યુવા ઉદ્યમીઓને નવી તકો અને યંગ પ્રોફેશનલ્સને નવા રોજગાર અવસર પૂરા પાડશે. આ યંગ પ્રોફેશનલ્સની સ્કિલ અને ઇનોવેશનથી ગુજરાત ૨૦૨૯ સુધીમાં ગ્લોબલ ફિન્ટેક રિવોલ્યુશનમાં અગ્રણી રાજ્ય બનશે.
Delighted to inaugurate GIFT International FinTech Institute (GIFT IFI) and GIFT International Fintech Innovation Hub (GIFT IFIH) today.
GIFT IFI will train and empower young professionals, turning them into fintech experts ready for Industry 4.0, while GIFT IFIH incubate and… pic.twitter.com/F0kYcneUqG
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 17, 2025
ગિફ્ટ સિટીના ચેરમેન ડૉ. હસમુખ અઢિયાએ આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં કહ્યું કે, ફિન્ટેક સેક્ટરમાં ટૂંકાગાળાની તાલીમ અને ઉદ્યમીઓને યોગ્ય સહયોગ મળી રહે તે માટે આ પ્રકારના ઇનોવેશન હબની ગુજરાતમાં આવશ્યકતા હતી. ગિફ્ટ સિટીએ ફિન્ટેક સેક્ટરમાં યુવાનોને પોતાનું કૌશલ્ય બતાવવાની તક આપવા આ ઇનોવેશન હબ કાર્યરત કર્યું છે. એટલું જ નહીં, ગિફ્ટ સિટીના ટાવર-ટુમાં ૧૮૦૦ સ્ક્વેર ફીટ “રેડી ટુ યુઝ” જગ્યા પણ ફાળવી આપી છે. સ્ટાર્ટઅપ્સને મેન્ટરીંગ ફેસીલીટીઝ પણ અપાશે તેમ તેમણે જણાવ્યું હતું.
ગિફ્ટ સિટીએ ખૂબ ટૂંકા સમયમાં જ આ ફિનટેક ઈન્સ્ટિટ્યુટ અને ઈનોવેશન હબ રાજ્ય સરકારના સહયોગથી કાર્યરત કર્યા છે, તે માટે ડો. અઢિયાએ ગિફ્ટ સિટીના સૌને બિરદાવ્યા હતા.
I would like to commend the distinguished academic partners such as Ahmedabad University, IIT Gandhinagar, and the University of California, San Diego, whose collaboration will bring world-class expertise to the GIFT IFI.
The partnership with Plug and Play, the leading global… pic.twitter.com/hX6sOF8Luc
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 17, 2025
આ પણ વાંચોઃ અમેરિકાએ H-1B વિઝામાં આજથી કર્યો મોટો બદલાવ, જાણો ભારતીયો પર શું થશે અસર