ટ્રેન્ડિંગસ્પોર્ટસ

Rinku Singh Engagement/ રિંકુ સિંહે સમાજવાદી પાર્ટીના સાંસદ સાથે કરી સગાઈ, જાણો કોણ છે તેમની ભાવિ પત્ની

Text To Speech

લખનૌ,17 જાન્યુઆરી: ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રિંકુ સિંહે યુપી સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી. પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીના સાંસદ છે. આ ડાબોડી બેટ્સમેન છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને હવે આ ખેલાડી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. રિંકુ સિંહની મંગેતર વિશે વાત કરીએ તો, તે માત્ર 25 વર્ષની ઉંમરે સાંસદ બની હતી. તેણીએ મછલી શહેરથી લોકસભા ચૂંટણી જીતી હતી.

પ્રિયા સરોજ સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચૂકી છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. પ્રિયા સરોજે ભાજપના દિગ્ગજ નેતા બીપી સરોજને હરાવીને લોકસભામાં પ્રવેશ કર્યો. પ્રિયા સરોજના પિતા તૂફાની સરોજ પણ મછલીશહર લોકસભા બેઠક પરથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમણે ૧૯૯૯, ૨૦૦૪ અને ૨૦૦૯માં લોકસભા ચૂંટણી જીતી હતી.

 

આ પણ વાંચો :હોમ લોન લેતી વખતે રહેજો સાવધાન, બેન્ક આ રીતે કરે છે ચાલાકી

આ યોજનામાં મહિલાઓને મળી રહ્યું છે FD કરતા વધુ વ્યાજ, આ તારીખ સુધી લઈ શકો છો લાભ, જાણો સંપૂર્ણ વિગતો

શું તમે પણ વસિયતનામુ બનાવવાના છો, આના કરતાં પણ વધુ સારો વિકલ્પ છે, આવનારી પેઢી તમારા ગુણગાન ગાશે

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button