ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજનમીડિયા
સૈફ અલી ખાનના શરીરમાંથી કાઢવામાં આવ્યું ચાકુ, સામે આવી તસવીર


મુંબઈ, 17 જાન્યુઆરી 2025 : સૈફ અલી ખાન પર જે હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો તેની તસવીર સામે આવી છે. લીલાવતી હોસ્પિટલના ડોકટરોએ સર્જરી દરમિયાન સૈફના કરોડરજ્જુમાંથી હથિયારનો એક ટુકડો કાઢી નાખ્યો હતો. આ હથિયાર છરી જેવું લાગે છે. જ્યારે તેમના નાના પુત્રની કેરટેકરે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે હુમલાખોર પાસે હેક્સા બ્લેડ જેવું હથિયાર હતું. પણ આ હથિયાર બરાબર છરી જેવું લાગે છે. હોસ્પિટલ દ્વારા તેની તસવીર જાહેર કરવામાં આવી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
આ છરી લગભગ અઢી ઇંચ લાંબી છે, જેને ડોક્ટરે સૈફના કરોડરજ્જુમાંથી કાઢી નાખ્યું છે. ડૉક્ટરે કહ્યું કે જો આ ટુકડો બે મીમી વધુ અંદર ઘૂસી ગયો હોત, તો ઈજા વધુ ઊંડી હોત.
આ પણ વાંચો : લગ્ન માટે ઈનકાર કરવો તે આત્મહત્યા માટે ઉશ્કેરણી? હાઈકોર્ટે સંભળાવ્યો નિર્ણય