દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓને 50% છૂટ મળે, અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખ્યો
નવી દિલ્હી, 17 જાન્યુઆરી 2025 : 2025ની વિધાનસભા ચૂંટણીને લઈને દિલ્હીમાં રાજકીય અટકળો તેજ થઈ રહી છે. આ અંગે રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. દરમિયાન, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. આ પત્ર દ્વારા તેમણે દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે ૫૦ ટકા ડિસ્કાઉન્ટની માંગ કરી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે, પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે વિદ્યાર્થીઓના પક્ષમાં માંગણી ઉઠાવી. તેમણે પીએમ મોદીને પત્ર લખીને કહ્યું કે દિલ્હી મેટ્રોમાં કેન્દ્ર અને દિલ્હી સરકાર બંનેનો હિસ્સો છે. આવી સ્થિતિમાં, વિદ્યાર્થીઓને દિલ્હી મેટ્રોમાં 50 ટકા ડિસ્કાઉન્ટ મળવું જોઈએ. આનો ખર્ચ કેન્દ્ર અને દિલ્હી બંને સરકારે ઉઠાવવો જોઈએ. કેજરીવાલે કહ્યું કે AAP સરકાર વિદ્યાર્થીઓ માટે મફત બસ મુસાફરીની યોજના બનાવી રહી છે.
કેજરીવાલ પર ચાલશે મની લોન્ડ્રીંગનો કેસ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીમાં શરાબ કૌભાંડ સાથે જોડાયલ કથિત મની લોન્ડ્રીંગ કેસમાં અરવિંદ કેજરીવાલ પર કેસ ચલાવવા માટે ઈડીને મંજૂરી આપી દીધી છે. આ અગાઉ દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ અરવિંદ કેજરીવાલ પર કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. ગત વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, ઈડીએ સરકારી કર્મચારીઓ પર કેસ ચલાવતા પહેલા મંજૂરી લેવી પડશે.
અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેમને અને અન્ય વિરુદ્ધ ઈડીની ચાર્જશીટ ગેરકાયદેસર છે. કારણ કે અભિયોજન ફરિયાદ નોંધતા પહેલા અધિકારીઓથી પૂર્વ અનુમતિ લેવામાં આવી નહોતી. ડિસેમ્બર 2024માં ઈડીએ એલજીને એક પત્ર લખ્યો હતો, તેમાં કહેવાયું હતું કે, મંજૂરી આપવી જોઈએ, કારણ કે શરાબ કૌભાંડ મામલામાં કેજરીવાલ કિંગપિન અને મુખ્ય ષડયંત્રકર્તા છે.
આ પણ વાંચો : સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર ધડામ, સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ તૂટયો, નિફ્ટી પણ ઘટ્યો