અમદાવાદઃ પિતા પુત્ર વચ્ચે ઝઘડો થતાં પુત્રએ પિતાની હત્યા કરી; પોલીસે અગ્નિદાહ કર્યો; જાણો કરુણ ઘટના
16 જાન્યુઆરી 2025 અમદાવાદ; શહેરના પૂર્વમાં આવેલા ન્યુ વસ્ત્રાલ વિસ્તારનાં મુખ્યમંત્રી આવાસની શિવમ આવાસ યોજના ખાતે 15 જાન્યુઆરીએ મોડી સાંજે અંગત કારણોસર પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પુત્રએ પિતાની હત્યા કરી હતી. ઘટનાની જાણ પોલીસને થતા રામોલ પોલીસે મૃત્યુ પામેલા પુરુષનો વસ્ત્રાલ સ્મશાન ગૃહ ખાતે અગ્નિદાહ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને પુત્ર વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
પિતા પુત્ર વચ્ચે ઘર કંકાસ થતા પિતાની હત્યા કરી
16 જાન્યુઆરીના રોજ રામોલ પોલીસ દ્વારા અંતિમ સંસ્કાર કરી માનવતાનું ઉદાહરણ પૂરું પડાયું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વસ્ત્રાલની મુખ્યમંત્રી આવાસ યોજનામાં 15 જાન્યુઆરીએ મોડી સાંજે પિતા પુત્ર વચ્ચે ઘર કંકાસના કારણે ઝગડો ઝઘડો થયો હતો. જેમાં પિતાની હત્યા થતા માતાએ આ અંગે પુત્ર વિરૂદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે મૃતકનું પોસ્ટ મોતમ સિંગરવા સરકારી હોસ્પિટલ ખાતે કરાવી ડેથબોડી કબ્જો મૃતકની પત્નીને સોંપ્યો હતો.
અંતિમવિધિ કરવા માટે પોલીસ આગળ આવી
રામોલ PIએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા પુરુષનો કબજો તેમના પત્ની સોંપવા જતા અમને જાણવા મળ્યું હતું કે તેમના ઘરમાં બંને પગે ઇજાગ્રસ્ત એક દીકરી અને નાનો દીકરો હતો. મોટો દીકરો હત્યા કરી ફરાર થયો હતો. તેથી અંતિમવિધિ કરવા માટે હવે કોઈ આગળ પાછળ વારસદાર ન હોવાથી અમો દ્વારા માનવતા રૂપે પોસ્ટમોટમ કરાવી વસ્ત્રાલ સ્મશાન ગૃહ ખાતે અગ્નિદાહ આપ્યો હતો. આ અંગે વસ્ત્રાલ સ્મશાન ગૃહના કર્મચારીઓનો પણ સાથ સહકાર અમને પ્રાપ્ત થયો હતો. જોકે આ અંગે હવે તેમના પુત્રની શોધખોળ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.