સુરતઃ પોલીસ વિભાગને પોતાના ખિસ્સામાં હોવાનું માનનારા હવાલા કારોબારી સાથે PIની મિત્રતા; ડ્રાઇવર પણ વિવાદાસ્પદ; CMO વાત પહોંચી
16 જાન્યુઆરી 2025 સુરત; શહેરનાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પીઆઇની હવાલા કિંગ સાથેની મિત્રતાની વાતો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી હોવાની ચર્ચા સામે આવી છે. જેમાં હવાલા કારોબારી ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. USDT પીઆઇ તરીકે ઓળખાતા આ પીઆઈની હવાલા કિંગ સાથેની મિત્રતા અને વ્યવહારો જગ જાહેર થઈ રહ્યા છે અને ખૂબ ચર્ચાઇ રહ્યા છે.
PIની ટકાટક ઓફિસનો ખર્ચ કોણ ઉપાડે છે
સૂત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ આ હવાલા કારોબારી પીઆઈને ખૂબ મોંઘી વસ્તુ ગિફ્ટ આપી હતી. આ હવાલા કારોબારી જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો ત્યારે અવારનવાર પીઆઈને મળવા આવતો, આ તમામ બાબતે ખાનગી વ્યક્તિએ પીઆઈ વિરૂદ્ધ અરજી પણ કરી છે. તેમની રજૂઆત છે કે USDT પીઆઈ જ્યાં પણ બદલી લેશે ત્યાં ટકાટક ઓફિસ બનાવે છે! ત્યારે તેનો ખર્ચ સરકાર આપે છે કે કોણ? એટલું જ નહીં તેમના ડ્રાઇવરનો પણ આખા શહેરમાં પીઆઈ જેટલો જ રૂવાબ ધરાવે છે.
PI પોતે ગરીબોના મસિહા અને સુપરકોપ બતાવે છે
અરજદારનાં અરજીમાં આપેલા ઉલ્લેખ પ્રમાણે વિવાદનું બીજું નામ એવા બ્રાન્ચના આ પીઆઈએ જે રીતે પોતાના મોસ્ટ સિનિયર આઇપીએસ અધિકારીના નામે પોલીસ વિભાગમાં ભયનો માહોલ ઉત્પન્ન કર્યો છે. તેના કારણે એ મોટાભાગના વિવાદોમાં સપડાઈ રહ્યા છે તો ક્યારેક ઈરાદાપૂર્વક પોલીસ સ્ટેશનની તપાસ પોતાની બ્રાન્ચમાં પોતાની પાસે લઈ રહ્યા છે. સાથે PI સેલ્ફ પ્રમોશન માટે ઈન્સ્ટાગ્રામના એક પેજ પર પોતે ગરીબોના મસિહા અને સુપરકોપ બતાવે છે.
PIનો ડ્રાઇવર ધરાવે છે રુવાબ; નદી કિનારે લીધો ફ્લેટ
અરજદાર દ્વારા આક્ષેપ કરાયો છે કે આ વિવાદાસ્પદ પીઆઇ જ્યાં જાય ત્યાં તેમના જેવો જ રૂવાબ ધરાવતા ડ્રાઇવરની સાથે લઈ જાય છે. અને પોતે પીઆઇ હાજર ન હોય તો સરકારી ગાડી લઈને તેમનો ડ્રાઇવર આંટાફેરા મારે છે. ક્યારે સુરત શહેરમાં ચર્ચા રહ્યું છે કે કોન્ટ્રાક્ટરના આ ડ્રાઇવરે હાલ નદી કિનારે આવેલા એક વિસ્તારમાં ફ્લેટ કઈ રીતે લીધો? અને પોતાના ડ્રાઇવરના ફ્લેટમાં તેમના બ્રાન્ચના પીઆઈ કેમ વારંવાર જઈ રહ્યા છે.