અરવલ્લી જીલ્લાનાં વધુ ત્રણ આયુષ્યમાન આરોગ્ય મંદિર NQAS પ્રમાણિત
અરવલ્લી, 16 જાન્યુઆરી, 2025: પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ક્ષેત્રમાં ઉમદા કામગરી બદલ અરવલ્લી જિલ્લાના બે આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય પ્રમાણપત્ર દ્વારા સન્માનવાાં આવ્યાં છે. આયુષ્યમાન આરોગ્ય મંદિર-પીએચસી દધાલીયા,બાયલ ઢાંખરોલ અને ભિલોડા-અ ને સર્ટિફિકેટ મળ્યાં છે.
અરવલ્લી જીલ્લાનાં મોડાસા તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર-પીએચસી દધાલીયા, AAM-બાયલ ઢાંખરોલ અને ભિલોડા તાલુકાનું AAM-ભિલોડા-અ ને નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) સર્ટિફિકેટ એનાયત કરાયાં છે.
ગત ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આયુષ્માન આરોગ્ય મંદિર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનાં દિલ્હીની એનએચએસઆરસીની ટીમ દ્વારા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, ડૉ. જયેશ એચ.પરમારના માર્ગદર્શન હેઠળ NQAS એસેસમેન્ટ કરાયું હતું. જેમાં આરોગ્ય કેન્દ્રો ખાતે સગર્ભા માતાની પ્રસૂતિ તથા પ્રસૂતિ પછીની સંભાળ, નવજાત શિશુની સારસંભાળ,રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર કિશોરીની પૂરતી આરોગ્ય સેવાઓ, કુટુંબ કલ્યાણને લગતી સેવાઓ, રોગચાળા દરમિયાન આપવાની થતી સેવાઓ, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ તેમજ ઓપીડીની સેવાઓ, ડિલિવરીની સેવાઓ, તમામ આરોગ્યલક્ષી સેવાઓમાં ક્વોલિટીના ૧૨ માપદંડો ચકાસી મોડાસા તાલુકાના દધાલીયા આયુષ્માન આરોગ્ય મંદિર-પીએચસીને 96.48% અને બાયલ ઢાંખરોલ આયુષ્યમાન આરોગ્ય મંદિરને 92.68% અને ભિલોડા તાલુકાના ભિલોડા-અ આયુષ્યમાન આરોગ્ય મંદિરને 90.75% મૂલ્યાંકન સાથે અરવલ્લી જીલ્લાના આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ લેવલનાં આ સર્ટિફિકેટ પ્રાપ્ત થયાં છે.
તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. યજ્ઞેશ નાયક, ડૉ.વિમલ ખરાડી,મેડિકલ ઓફિસર,આયુષ તબીબ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સહિત કેન્દ્રના તમામ સ્ટાફ દ્વારા આરોગ્યની ગુણવત્તાસભર સેવાઓ ધ્યાને લઈ આ સિદ્ધિ મળી છે. આ ત્રણ આયુષ્યમાન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કવોલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ અને એવોર્ડ મળતા વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સેવાઓનો બહોળો લાભ મળી રહેશે.
આ પણ વાંચોઃ NEET UG પરીક્ષા હવે પેન અને પેપર મોડમાં લેવામાં આવશે, પરીક્ષા એક જ દિવસે અને એક જ શિફ્ટમાં લેવાશે
મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>
>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD