શું હોય છે ખગોળીય ઘટના? એક જ લાઈનમાં જોવા મળશે 6 ગ્રહ, જાણો 2025માં ક્યારે?


- ખગોળીય પિંડ, ગ્રહો વગેરેને લગતી ઘટનાઓને ખગોળીય ઘટના કહેવામાં આવે છે. આ ઘટનાઓનો અભ્યાસ વૈજ્ઞાનિકો કે ખગોળશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે.
HD ન્યુઝ ડેસ્કઃ ખગોળીય પિંડ, ગ્રહો વગેરેને લગતી ઘટનાઓને ખગોળીય ઘટના કહેવામાં આવે છે. તેમાં ગ્રહણ, બે ગ્રહો અથવા તારાઓની ટક્કર, ઉલ્કા પિંડ અને સૂર્ય-ચંદ્રની ઘટનાઓનો સમાવેશ થાય છે. આ ઘટનાઓનો અભ્યાસ વૈજ્ઞાનિકો કે ખગોળશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. આ ઘટનાઓનું નિરીક્ષણ કરીને વૈજ્ઞાનિકો તેનું સંપૂર્ણ વિશ્લેષણ આપે છે અને તેની વિશ્વ પર શું અસર થશે તેની માહિતી આપે છે.
ક્યારેક આપણા સૌરમંડળમાં એક કરતાં વધુ આકર્ષક ખગોળીય ઘટનાઓ જોવા મળે છે. આ ઘટનાઓ વારંવાર લોકોના મનમાં ઘર કરી જાય છે. ઘણી વખત, તેજસ્વી તારાઓનું તૂટવું, એક લાઈનમાં ઘણા તારાઓ દેખાવા અથવા ગ્રહણ જેવી ઘણી ખગોળીય ઘટનાઓ લોકો માટે આશ્ચર્યજનક હોય છે. આ વખતે પણ આકાશમાં એક મોટી ખગોળીય ઘટના બનવા જઈ રહી છે.
સૂર્યની આસપાસ ફરતી વખતે ઘણા ગ્રહો એક જ લાઈનમાં દેખાય છે. આ વખતે પણ એક એવી ખગોળીય ઘટના બનવા જઈ રહી છે, જેમાં આકાશમાં સળંગ અનેક મોટા ગ્રહો જોવા મળવાના છે. ચાલો જાણીએ એ કયા ગ્રહો છે જે આકાશમાં એક લાઈનમાં દેખાશે. આ વખતે એક જ હરોળમાં 6 ગ્રહો એકસાથે દેખાશે. જેમાં ગુરુ, યુરેનસ, નેપ્ચ્યુન, શનિ, શુક્ર અને મંગળ જેવા 6 મોટા ગ્રહો જોવા મળશે.
આ ખગોળીય ઘટના ક્યારે બનશે?
ખગોળીય ઘટનાઓ આમ તો ઘણી વખત બનતી રહે છે, પરંતુ આ વખતે આ મોટી ઘટના 21 જાન્યુઆરી 2025ના રોજ જોવા મળે. લગભગ એક મહિના સુધી એક જ લાઈનમાં દેખાતા ગ્રહો 21 જાન્યુઆરી, 25 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરીએ આકાશમાં સરળતાથી જોઈ શકાશે. આ મોટી ખગોળીય ઘટના દેશ અને વિશ્વના હવામાન અને આબોહવા પર મોટી અસર કરી શકે છે. જ્યોતિષની દૃષ્ટિએ પણ આ એક મોટી ઘટના છે.
આ પણ વાંચોઃ 28 જાન્યુઆરીથી જાગશે ત્રણ રાશિઓનું સુતેલું ભાગ્ય, રાહુ-શુક્ર ભરશે ધનના ભંડાર