ઈઝરાયલ-હમાસ વચ્ચે 15 મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત, જાણો કઈ ડિલ પર સહમતિ થઈ


દોહા, 16 જાન્યુઆરી 2025: ગાઝામાં 15 મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં અટવાયેલા ઈઝરાયલ અને હમાસની વચ્ચે સીઝફાયરને લઈને સહમતિ બની ગઈ છે. સમાચાર એજન્સી રોયટર્સે એક અધિકારીના હવાલેથી કહ્યું છે કે, ગાઝામાં 15 મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં અટવાયેલા ઈઝરાયલ અને હમાસની વચ્ચે સંઘર્ષ વિરામ કરાર થઈ ગયો છે.
મુખ્ય મધ્યસ્થ કતરે બુધવારે કહ્યું કે, ફિલીસ્તીની વિસ્તારમાં યુદ્ધને સમાપ્ત કરવાના ઉદ્દેશ્યથી સંઘર્ષ વિરામ કરારના પ્રથમ તબક્કામાં ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા 33 બંધકોને મુક્ત કરવામાં આવશે.
હમાસના નજીકના બે સૂત્રોએ પહેલા એએફપીને જણાવ્યું હતું કે, ઈઝરાયલ લગભગ 1000 ફિલીસ્તીની કેદીઓને મુક્ત કરશે, જ્યારે ઈઝરાયલ સરકારના પ્રવક્તાએ કહ્યું કે, સૈકડો લોકોને મુક્ત કરવામાં આવશે.
કતરે બુધવારે કહ્યું કે, ઈઝરાયલ અને હમાસ વચ્ચે રવિવારથી ગાઝામાં યુદ્ધ વિરામ અને 15 મહિનાના યુદ્ધ બાદ બંધકો અને કેદીઓની અદલા બદલી પર સહમતિ થઈ ગઈ છે.
આ ડિલ મિસ્ત્ર, કતર અને અમેરિકાની મધ્યસ્થતા દ્વારા થઈ છે. હમાસ તરફથી શેર કરવામાં આવેલા ડોક્યુમેન્ટ અનુસાર, આ સીઝફાયર રવિવારથી લાગૂ થશે. સીઝફાયર ત્રણ તબક્કામાં થશે. પહેલા તબક્કા અંતર્ગત હમાસ 33 ઈઝરાયલી બંધકોને મુક્ત કરશે, જ્યારે ઈઝરાયલ પણ ફિલિસ્તીની બંધકોને મુક્ત કરસે. આ સીઝફાયર 42 દિવસનું હશે.
આ પણ વાંચો: જજ સાહેબ! પત્નીથી છૂટકારો અપાવો, કહ્યા વિના મિત્રો સાથે ફરવા જતી રહે, દારુ પીને ઘરે આવે