લગ્ન પછી પતિએ પત્નીની નોકરી છોડાવી, કોર્ટે મહિલાને અપાવ્યા પોણા 2 કરોડ રૂપિયા
HD ન્યૂઝ ડેસ્ક : આજે પણ ભારતમાં ઘણા લોકો એવા છે જે લગ્ન પછી પોતાની પત્નીઓને કામ કરવા દેતા નથી. તેઓ ફક્ત તેમને ગૃહિણી બનાવવા માંગે છે અને તેમની નોકરી કે બીજું કોઈ કામ છોડાવી દેવા માંગે છે. ભારતમાં આવું ઘણીવાર જોવા મળે છે અને આ પ્રકારની વિચારસરણી સામે અવાજ ઉઠાવનારા લોકો બહુ ઓછા છે. સ્પેનમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો. પતિએ આની કિંમત 1 કરોડ 74 લાખ 80 હજાર રૂપિયા ચૂકવવી પડી.
હકીકતમાં, એક સ્પેનિશ કોર્ટે એક પુરુષને તેની ભૂતપૂર્વ પત્નીને 25 વર્ષ સુધી ઘરકામ કરવા બદલ 200,000 યુરો (1,74,80,613 ભારતીય રૂપિયા) ચૂકવવાનો આદેશ આપ્યો છે. વિદેશી સમાચાર એજન્સી ‘AFP’ ના અહેવાલ મુજબ, તેમના લગ્ન મિલકત વિભાજનની સિસ્ટમ પર આધારિત હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે બંને જે કંઈ કમાશે તે તેમનું જ રહેશે. જોકે, લગ્ન પછી, પતિએ પત્નીને કામ કરવા દીધું નહીં, જેના કારણે પત્ની પાસે આવકનો કોઈ સ્ત્રોત રહ્યો નહીં. લગ્ન પછી, પતિએ તેની પત્નીને ઘરકામ સુધી મર્યાદિત કરી દીધી.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
ભૂતપૂર્વ પત્નીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તેનો પતિ ઇચ્છતો ન હતો કે તે ઘરની બહાર કામ કરે. આવી સ્થિતિમાં, એવું કંઈ નહોતું જેમાંથી હું કંઈક કમાઈ શકું અને મેં મારા પતિની સંભાળ રાખવાની સાથે ઘરના બધા કામોમાં મારી જાતને વ્યસ્ત રાખી. જોકે, જ્યારે બંને કોઈ મુદ્દાને લઈને અલગ થઈ ગયા, ત્યારે મહિલાએ તેના પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો.
જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો, ત્યારે ન્યાયાધીશે પતિને મહિલાને 2 લાખ યુરો ચૂકવવાનો આદેશ આપ્યો. આ ઉપરાંત, કોર્ટે દંપતીની બે પુત્રીઓ માટે બાળ સંભાળ ભથ્થું આપવાનો પણ આદેશ આપ્યો હતો. આવા કિસ્સામાં, પત્નીને લગ્ન પછી નોકરી ન કરવા અને પતિના ઘરે કામ કરવા બદલ વળતર પણ આપવામાં આવતું ન હતું. કોર્ટના નિર્ણય પછી, મહિલાએ કહ્યું કે તે આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે.
આ પણ વાંચો : જજ સાહેબ! પત્નીથી છૂટકારો અપાવો, કહ્યા વિના મિત્રો સાથે ફરવા જતી રહે, દારુ પીને ઘરે આવે