ગુજરાતીઓને AAPના 5 વાયદા
ગુજરાત મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને રિઝવવા માટે ફરી પોતાના વાયદાઓની પોટલી ખોલી છે. રક્ષાબંધનના આગલા દિવસે ગુજરાત આવેલા કેજરીવાલે ગુજરાતની મહિલાઓને રીઝવવા માટે આપ્યો છે નવો વાયદો.
અરવિંદ કેજરીવાલજીની મહિલાઓને સન્માન રાશિ તરીકે રૂપિયા ૧૦૦૦ પ્રતિ માસની ગેરંટીને ગુજરાતની મહિલાઓ તરફથી મળ્યું અભૂતપૂર્વ સમર્થન! pic.twitter.com/ASNorwpzJU
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 10, 2022
“મહિલાઓને દર વર્ષે 1 હજાર એકાઉન્ટમાં આપીશું”
ગુજરાત આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું- પહેલાં લોકો કહેતા હતા કે ગુજરાત ભાજપનો ગઢ છે, અહીં કશું થાય એમ નથી, પરંતુ અમે લોકોને મળ્યા તો ખબર પડી કે લોકો કેટલા ડરેલા છે અને કેટલા દુઃખી છે. અમે આજે પાંચમી ગેરંટી મહિલાઓ માટે આપી રહ્યા છીએ. ગુજરાતની 18 વર્ષની ઉપરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં આપીશું.
દરેક બહેનના હાથમાં ₹1000 આપવાથી મોટા પાયે અર્થવ્યવસ્થા સારી થશે.
તે બજારમાં જશે, લોટ, કઠોળ, શાકભાજી ખરીદશે. માંગ ઉત્પાદનમાં વધારો કરશે.
અમીરોને પૈસા આપવાથી નહીં, જનતાને પૈસા આપવાથી અર્થતંત્રનો વિકાસ થશે.@ArvindKejriwal #MahilaoMateAKNiGuarantee pic.twitter.com/9BRX3ZBc44
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 10, 2022
પોલીસ કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત
ગુજરાત પોલીસ નો પગાર ભારતમાં જે રાજ્યનો સૌથી વધુ પગાર હશે તે ગુજરાત પોલીસ ને આપવાનો વાયદો પણ અરવિંદ કેજરીવાલે કર્યો છે.
ગુજરાતની દીકરીએ @ArvindKejriwal ને લખ્યો પત્ર!
પોલીસ કર્મચારી પિતાની નોકરીની સ્થિતિમાં સુધારો કરવા કેજરીવાલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો
સમગ્ર દેશમાં ગુજરાતના પોલીસકર્મીઓને સૌથી ઓછો પગાર મળે છે. જો સરકાર બનશે તો અમે પોલીસકર્મીઓને શ્રેષ્ઠ પગાર આપીશું. #MahilaoMateAKNiGuarantee pic.twitter.com/HOUUNqFxNo
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 10, 2022
ગુજરાતની જનતાને કેજરીવાલની 5 ગેરંટી
1) 10 લાખ યુવાઓને રોજગારી
2) બેરોજગારોને માસિક 300 ભથ્થુ
3) ગુજરાતમાં મફત વીજળી
4) આદિવાસી ગામડાઓમાં સારી સ્કૂલ અને ગાંવ ક્લિનિક
5) મહિલાઓને મહિને 1 હજાર
આનાથી મોટા પાયે અર્થવ્યવસ્થામાં ફરક પડશે. લોકોના હાથમાં પૈસા જશે તો અર્થ વ્યવસ્થા આગળ વધશે અને અમીરોના હાથમાં પૈસા જશે તો અર્થવ્યવસ્થા કમજોર પડશે. અમારી આ ગેરંટીથી કરોડો મહિલાઓને ફાયદો થશે. કરોડો ઘરમાં એનો ફાયદો થશે. લોકો કહે છે કે પૈસૌ ક્યાંથી આવશે. હું તમને એક ઉદાહરણથી જણાવું કે પૈસો ક્યાંથી આવશે. અમે પંજાબમાં કહ્યું હતું કે વીજળી મફત આપીશું, ત્યારે પણ લોકોએ કહ્યું હતું કે પૈસો ક્યાંથી આવશે. માર્ચમાં પંજાબમાં અમારી સરકાર બની. સરકાર બન્યા બાદ રાજ્ય સરકાર પાસે 6 હજાર કરોડ વધુ ટેક્સ આવ્યો.
પંજાબમાં 3 મહિનામાં ટેક્સ કલેક્શન ₹15000 કરોડથી વધીને ₹21000 કરોડ થયું
મફત વીજળી માટે ₹3000 Crની જરૂર હતી, ₹6000 Cr આવ્યા
નિયત સાફ હોવી જોઇએ @ArvindKejriwal #MahilaoMateAKNiGuarantee pic.twitter.com/gCMULORdMD
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 10, 2022
અમને આખું વર્ષ વીજળી મફત કરવા માટે માત્ર ત્રણ હજાર કરોડ જોઈતા હતા અને છ હજાર કરોડનો ટેક્સ રાજ્ય સરકારને મળ્યો, ઉપરથી સરકારને ત્રણ હજારનો ફાયદો થયો. પૈસાની કમી નથી, પૈસા ખૂબ પ્રમાણમાં છે. આ લોકો બધા પૈસા પોતાના અમીર દોસ્તો પાછળ ઉડાવે છે, તેમનું દેવું માફ કરી દે છે. તેમના ટેક્સ માફ કરી દે છે. જનતા પાસેથી GST લઈને તમામ પૈસા પોતાના દોસ્તો પાછળ ઉડાવી દે છે. આ સિસ્ટમ અમે બંધ કરીશું. દિલ્હીમાં સરકાર ચલાવતાં મને સાત વર્ષ થયાં અને હું એવું શીખ્યો છું કે સરકાર પાસે પૈસાની નહીં, પણ નિયતની કમી છે.
હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ ભાજપને ઉખાડી ફેંકીને લોકો નવી જ રાજનીતિ ઈચ્છે છે. અમે પંજાબ અને દિલ્હીમાં કર્યું એમ ગુજરાતમાં કરવા માગીએ છીએ. અમે ભાજપ અને કોંગ્રેસની જેમ કરવા નથી માગતા. તેઓ એકબીજાને ગંદું બોલી બોલીને જતા રહે છે. એમાં જનતાને કંઈ મળતું નથી. ભાજપ અને કોંગ્રેસનું સેટિંગ છે, પરંતું પહેલીવાર જનતાને એવું લાગી રહ્યું છે કે અમારી સમસ્યાનું સમાધાન થશે.