ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી ચૂંટણીઃ ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર, જૂઓ લિસ્ટ

Text To Speech

નવી દિલ્હી, તા.15 જાન્યુઆરી, 2025:  દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 6 રાજ્યના મુખ્યપ્રધાન નો પણ સમાવેશ થાય છે.

આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનો સમાવેશ થાય છે.સ્ટાર પ્રચારકોની યાદીમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ અને શિવરાજ સિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. આ યાદીમાં મનોજ તિવારી, દિનેશ લાલ યાદવ (નિરહુઆ), હેમા માલિની, રવિ કિશન, હંસ રાજ હંસ, સ્મૃતિ ઈરાની જેવા સાંસદ બનેલા ઘણા ફિલ્મી કલાકારોનો સમાવેશ થાય છે.

ચોથી યાદીની રાહ

દિલ્હીમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતગણતરી 8 ફેબ્રુઆરીએ થશે. રાજકીય વર્તુળો ભાજપની ચોથી યાદીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

1998થી સત્તામાંથી બહાર રહેલા ભાજપ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને બહાર કાઢવા માટે આકરી મહેનત કરી રહ્યું છે. પાર્ટીએ ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. પાર્ટીએ અત્યાર સુધીમાં 70માંથી 59 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

આ પણ વાંચોઃ કુંભ બાદ ક્યાં ગાયબ થઈ જાય છે નાગા સાધુ, જાણો રહસ્ય

Back to top button